દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું
નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં જણાવ્યું હતું કે, આ કોંગ્રેસની મોટી ભુલ છે. તેમની સરકાર હતી.
ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવા માટે બિલ પસાર કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના શરૂઆતના દિવસોમાં મને લોકો પૈસા આપવા ન હતા. ઈન્ડસ્ટ્રીઝમાં સંઘર્ષ કરતો હતો. આ દરમિયાન ત્રીજા અને ચોથા બાળકનો જન્મ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ લગભગ 130 કરોડથી વધારે વસતી છે, દુનિયામાં વસ્તીના મામલે ભારત ચીન બાદ બીજા ક્રમે છે. બીજી તરફ ભારત સરકાર વધતી વસતીને લઈને ચિંતામાં છે. બીજી તરફ વિવિધ સંસ્થાઓ અને સંગઠનો વસતી નિયંત્રણ માટે જરૂરી આકરા પગલા લેવાની માંગણી કરી રહ્યાં છે.
(PHOTO-FILE)