ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 7મી મેએ ગુજરાતની મુલાકાતે આવશે, સુરતના કાર્યક્મમાં હાજરી આપશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિનો જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપના કેન્દ્રિય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ત્યારે આગામી 7મી મેના રોજ ફરી એકવાર તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડી 7મી મેએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સુરત નજીક કડોદરામાં યોજાનારા ભાજપના ‘વન-ડે વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પહેલા 29મી એપ્રિલના રોજ પણ નડ્ડા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપ્યા બાદ તેમણે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો, પૂર્વ મંત્રીઓ સહિત 300થી વધુ આગેવાનો સાથે મહત્વની બેઠકમાં ચૂંટણી રણનીતિ બાબતે મહત્વના નિવેદનો કર્યા હતા.
ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કેન્દ્રિય મંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓ પણ મુલાકાતે આવ્યા હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા તાજેતરમાં ગુજરાતની પ્રથમ મુલાકાત બાદ બીજીવાર સુરતની મુલાકાતે 7મી મેના રોજ આવી રહ્યા છે. જ્યાં સુરત નજીક કડોદરામાં યોજાનારા ભાજપના ‘વન-ડે વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમમાં હાજરી આપશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેમાં પાટીલ તમામ જિલ્લાઓમાં એક દિવસ રહેશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.