Site icon Revoi.in

મહેસાણાના વિજાપુર APMC ની ચૂંટણીમાં ભાજપની પેનલની હાર, કિસાન પેનલે 9 બેઠકો જીતી

Social Share

મહેસાણા : ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર ભાજપનો કબજો છે. મોટાભાગની એપીએમસી, સહકારી ડેરીઓ, સહકારી બેન્કોથી લઈને મંડળીઓમાં ભાજપની સત્તા છે. હાલ 17 જેટલી એપીએમસીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. મોટાભાગની એપીએમસીની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાશે, જ્યારે વિજાપુર એપીએમસીની ચૂંટણી તાજેતરમાં જવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો કારમો પરાજ્ય થયો હતો. જ્યારે કિસાન પેનલે 9 બેઠકો કબજે કરી છે. કહેવાય છે. કે, ભાજપનો જુથવાદને લીધે પરાજ્ય થયો છે.

 સૂત્રોના જણાવ્યા મુજબ  વિજાપુર એપીએમસીની અતિ ચર્ચાસ્પદ ચૂંટણીમાં ભાજપ પેનલની હાર થઈ છે. વિજાપુર APMCની ચૂંટણીમાં પી.આઈ પટેલની કિસાન પેનલની જીત થઈ છે, કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 બેઠક  પર વિજ્ય થયો છે. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ છે. ચર્ચા છે કે, ભાજપને અહી જૂથવાદ ભારે પડી ગયો છે.

વિજાપુર એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે ત્યારે રમણલાલ પટેલને સત્તા મળી શકે છે. રમણલાલ પટેલ જૂથ ને ખેડૂત વિભાગની 4, વેપારી માં 1, ખરીદ વેચાણમાં 2 મળી કુલ 7 બેઠક પર જીત છે. કુલ 7 બેઠક ઉપરાંત 1 સ્થાનિક સંસ્થા, 1 રજીસ્ટ્રાર અને 1 ખેતીવાડી અધિકારી મળી કુલ 10 મત સાથે સત્તા મેળવી શકે છે. પી આઇ પટેલને ખેડૂત વિભાગમાં 6 અને વેપારી વિભાગમાં 3 મળી કુલ 9 બેઠક પર જીત મળી છે. 16 બેઠકની ચુંટણી અને 3 સરકારી પ્રતિનિધિ તેમજ સ્થાનિક સંસ્થાના મત હોય છે. આમ, 15 દિવસ બાદ બોર્ડ બેઠકમાં ચેરમેનની નિમણુંક થશે.