Site icon Revoi.in

ઉ.પ્રઃ મંહમદ અલી ઝીણાના અખિલેશ યાદવે કર્યા વખાણ, BJPએ અખિલેશ સામે ખોલ્યો મોરચો

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનના પહેલા ગવર્નર જનરલ મહંમદ અલી ઝીણાની પ્રશંસા કરવી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ભારે વડી રહી છે. ભાજપએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ અખિલેશ સામે મોરચો ખોલ્યો છે. ભાજપના રાજ્યસભાના સભ્ય અને ઉત્તરપ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક વૃજલાલએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહ્યું છે કે, સપા વડા અખિલેશ યાદવએ સરદારની સરખામણી ઝીણા સાથે કરી છે. અખિલેશ યાદવે પહેલા ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. ઝીણાએ આઝાદી પૂર્વે 16 ઓગસ્ટ 1946ના રોજ કોલ આપ્યો હતો. ડાયરેક્ટ એકશનનો કોલ હતો. આ દિવસ શુક્રવારનો હતો.

પૂર્વ આઈપીએસ અધિકારીએ કહ્યું હતું કે, જે દિવસે કોલકતા અને આજના બંગ્લાદેશમાં કત્તલેઆમ થઈ હતી. હજારો હિન્દુઓના મોત થયાં હતા. ઝીણાએ આ કત્લેઆમ કરાવ્યો હતો અને તેઓ જ દેશના ભાગલા માટે જવાબદાર છે. તેઓ હૈદરાબાદને સાઉથ પાકિસ્તાન બનાવવા માંગતા હતા. 1946માં દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોર્યા હતા અને ચૂંટણીમાં 90 ટકા મુસ્લિમોએ મુસ્લિમ લીંગ તરફી મત આપ્યો હતો. ભાજપના સાંસદે વધુમાં કહ્યું કે, અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ યાદવે સરદાર પટેલ જ્યંતિના એક દિવસ પૂર્વે એટલે કે 30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યામાં રામભક્તો ઉપર ગોળીઓ ચલાવડાવી હતી. એટલે તૃષ્ટીકરણમાં આટલા પણ નીચે ના પડશો તેવી અખિલેશને અપીલ કરી હતી.

મુખ્યમંત્રી યોગી સરકારના મંત્રી ડો. મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિતે અખિલેશને તેમના આદર્શ ઝીણા યાદ આવી ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું હતું કે, સરદાર પટેલ જ્યંતિએ અખિલેશ યાદવ ઝીણાના ગુણગાન કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવે રવિવારે એક જમસભામાં ભારતની આઝાદી માટે ઝીણાના યોગદાનના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ અને ઝીણાએ ભારતને આઝાદી અપાવી હતી. તેમણે આઝાદી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો છે. અખિલેશ યાદવે આરએસએસનું નામ લીધા વિના કહ્યું હતું કે, કોઈ વિચારધારા ઉપર પ્રતિબંધ સરદાર પટેલે લગાવ્યો હતો. આજે જે લોકો દેશને એક કરવાની વાત કરી રહ્યાં છે તેઓ આપને અને મને જાતિ-ધર્મ ઉપર વિભાજીત કરી રહ્યાં છે.