બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નાગાલેન્ડ, મેઘાલય અને પુડુચેરી માટે પ્રમુખોની નિમણૂક કરી
દિલ્હીઃ ાગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કમર કસી રહી છએ અનેક રાજ્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રીય. કરીને આગળ વઘતી જોવા મળી છે ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશના ત્રણ રાજ્યોમાં બીજેપી પ્રમુખની પસંદગી કરી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી હેડક્વાર્ટરના પ્રભારી અરુણ કુમાર સિંહે ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને બદલવાના આદેશ જારી કર્યા છે. જેમાં 3 રાજ્યો મેઘાલય, પુડુચેરી અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરુપે તૈયારીઓ શરુ કરી છે એસ સેલ્વગનાબાથીને પુડુચેરીનો હવાલો મળ્યો. બીજેપી ચીફ જેપી નડ્ડાએ એસ સેલવાગનબાથીને પુડુચેરીના પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
બીજી તરફ મેઘાલય ભાજપના પ્રમુખ તરીકે રિકમાન મોમીનની નિમણૂક કરવામાં આવી છે. બેન્જામિન યેપથોમી નાગાલેન્ડ પાર્ટીના અધ્યક્ષ બન્યા નાગાલેન્ડમાં ભાજપે પોતાના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. હવે બેન્જામિન યેપથોમીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.