Site icon Revoi.in

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પહોંચ્યા કોલકતા,રથયાત્રાની કરશે શરૂઆત

Social Share

કોલકત્તા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે રાત્રે કોલકતા પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી માટે જન સમર્થન મેળવવાના હેતુથી તેઓ રાજ્યમાં ‘રથયાત્રા’ શરૂ કરવાના છે. જ્યારે નડ્ડા કોલકતા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને તેમનું સ્વાગત કર્યું હતું.

ભગવા પક્ષના સૂત્રએ જણાવ્યું છે કે, નડ્ડા શનિવારે નદિયા જિલ્લાના નવદ્વીપથી ‘પરિવર્તન યાત્રા’ ની શરૂઆત કરશે, જે 15 મી સદીના સંત ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે.

નડ્ડા સવારે માલદા પહોંચશે અને રોડ શો માં સામેલ થવા માટે જિલ્લામાં આયોજિત બે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, બપોરે તેઓ નવદ્વીપથી રથયાત્રાની શરૂઆત કરશે, જેને ‘પરિવર્તન યાત્રા’ નામ આપવામાં આવ્યું છે.

ભાજપના સાંસદ કૈલાસ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, અદાલતે રથયાત્રા પર સ્થગિતના આદેશ આપ્યા નથી, તેથી જિલ્લા વહીવટ તેને રોકી નહીં શકે. વિપક્ષ તરીકે, લોકોમાં જવું એ અમારો મૂળભૂત અધિકાર છે. 6 ફેબ્રુઆરીના રોજ નડ્ડા યાત્રાનું ઉદ્ઘાટન કરશે. અને 11 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કૂચ બિહારથી એક અન્ય યાત્રામાં સામેલ થશે.

-દેવાંશી