- જેપી નડ્ડા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે
- 2 દિવસની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્મનો ભાગ બનશે
દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજથી દેશના રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓ અહી 2 દિવસની મુકાતે આવી રહ્યા છેસભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે નડ્ડા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથેની બેઠક સહિત મુંબઈમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ મુલાકાતને લઈને બાવનકુલેએ વધુમાં કહ્યું કે નડ્ડા ગુરુવારે પુણેમાં પાર્ટીની રાજ્ય-સ્તરની કાર્યકારી સમિતિને સંબોધિત કરશે.આ સાથે જ તેમની મુલાકાતના બીજે દિવસે એટલે કે ગુરુવારના રોજ જેપી નડ્ડા પુણેમાં પક્ષની રાજ્ય-સ્તરની કાર્યકારી સમિતિને સંબોધશે, બાવનકુલેએ ઉમેર્યું.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 18 મેના રોજ પુણેમાં પાર્ટીના મહારાષ્ટ્ર એકમની રાજ્ય કારોબારી બેઠકના સમાપન સત્રને સંબોધિત કરશે. નવી રચાયેલી રાજ્ય ભાજપ ટીમની આ પ્રથમ બેઠક હશે.રાજ્યની તેમની એક દિવસીય મુલાકાતના પહેલા ભાગમાં, નડ્ડા મુંબઈમાં હશે જ્યાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરવાના છે. બાદમાં તે પુણે જવા રવાના થશે.
ભાજપના એક પદાધિકારીના જણાવ્યા અનુસાર, “નડ્ડા નવી રચાયેલી રાજ્ય ભાજપ કાર્યકારિણીને સંબોધિત કરશે.” મેના પ્રથમ સપ્તાહમાં, રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મુંબઈમાં બીજેપી મુખ્યાલયમાં પાર્ટીની નવી જમ્બો ટીમની જાહેરાત કરી હતી. નવી રચાયેલી ટીમમાં 16 ઉપપ્રમુખ, છ મહાસચિવ, 16 સચિવ, 64 સભ્યો, 236 વિશેષ આમંત્રિતો અને 512 આમંત્રિતોનો સમાવેશ થાય છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ જ્યાં ભાજપને કોંગ્રેસ સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ તમામ રાજ્યોમાં તેની વ્યૂહરચનાઓને ફરીથી બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છેત્યારે હવે બીજેપીએ ફરી પોતાની કાર્યગતિનો આર્ભ કરી દીધો છે.