Site icon Revoi.in

ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટિલ અને મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં જાડાયા

Social Share

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે. તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહારષ્ટ્રના મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં ગુજરાતી સમાજનો પ્રભાવ છે. ગણી વિધાનસભા બેઠકો પર ગુજરાતી સમાજના મતદારોની સંખ્યા સારીએવી છે. એટલે ગુજરાતી મતદારોને રિઝવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  આ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમનજ ભાજપના સંગઠનના અનેક નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પણ પ્રચાર કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના ગુજરાતી સમુદાયનો વધુ વસવાટ છે. ત્યાં ચાર જેટલી સભાઓને સંબોધિત કરી હતી, તેમજ  ગુજરાતની બિઝનેસ કમ્યુનિટી સાથે મુંબઈના દહીસર ખાતે ‘ચાય પે ચર્ચા’ કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.  ઉપરાંત પટેલે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા છે. અને ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. સીઆર પાર્ટીલે મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલે, સિંધુખેડા સહિતના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગઈ કાલે ચાર જેટલા સ્થળોએ સભાઓ સંબોધન કરી હતી. આજે સી.આર. પાટીલ મહારાષ્ટ્રના જલગાંવ, ભુસાવળ, વર્ણગાવ, મુક્તેશ્વર નગર, રાવરા ગામ સહિતના ગામોની અંદર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે સ્થાનિક ઉમેદવાર માટે ઘેર ઘેર જઈને પ્રચાર કર્યો હતો. તેમજ ઉમેદવારો સાથે પક્ષના કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. ચૂંટણી પ્રચાર સ્થાનિક ઉમેદવાર સાથે રેલી પણ યોજી હતી. ઉમેદવારની સાથે રહીને ઉમેદવાર જીતે તે પ્રકારના પ્રયાસો પણ હાથ ધર્યા હતા.