પટણાઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ્રે બિહારથી લવ-કુશ રથ અયોધ્યા પહોંચશે. આજે પટના બીજેપી કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લવ-કુશ યાત્રાને ઝંડી બતાવી રવાના કરી હતી. આખા બિહારમાં લવ-કુશ રથ ફર્યા બાદ વિવિધ સ્થળોએ થઈને અયોધ્યા પહોંચશે. રથ રવાનગીના અવસરે બીજેપી કાર્યાલયની બહાર કિન્નર સમાજના લોકોએ નૃત્ય કરીને ઉજવણી કરી હતી.
પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, આજે લવ-કુશ સમાજ બિહાર દ્વારા લવ-કુશ રથ યાત્રા નિકળી રહી છે. લવ-કુશ રથ યાત્રા બિહારના દરેક જિલ્લામાં જશે અને જણાવશે કે વર્ષોથી રામ મંદિરના નિર્માણની રાહ જોવાઈ હતી. આજે 450 વર્ષો પછી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અને આ માટે લવ-કુશ સમાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે.
રામ મંદિરમાં પ્રભુ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદી સાથે ગર્ભગૃહમાં કુલ લગભગ 10-11 લોકો હાજર રહેશે. આ દરમિયાન લગભગ 20 મિનિટમાં પીએમ મોદી રામલલાની પુજા-અર્ચના કરશે. ષોડશોપચાર પૂજન અને મહાપીજનને મિલાવી ગર્ભગૃહમાં કુલ પુજા લગભગ 40 મિનિટ સુધી ચાલશે. 16 જાન્યુઆરીથી અયોધ્યામાં 7 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થશે. સૌથી પહેલા 16 જાન્યુઆરીએ વિષ્ણુ રૂજા અને ગૈદાન થશે. એના પછી 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને નગર ભ્રમણ કરાવ્યા પછી રામ મંદિરમાં લાવવવામાં આવશે. 18 જાન્યુઆરી ભગવાન ગણેશજી ની પૂજા સાથે વરુણ દેવ પૂજા અને વાસ્તુ પૂજા થશે.
19 જાન્યુઆરીએ હવન કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરાશે.