Site icon Revoi.in

પીએમ મોદીના જન્મદિવસ પર બીજેપી ચલાવશે ખાસ ‘સેવા અને સમર્પણ’ અભિયાન – PM મોદીના સંચાલક તરીકે 7 ઓક્ટબરે 20 વર્ષ થશે પુરા

Social Share

દિલ્હીઃ- આ મહિનાની 17 સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ ત્રણ અઠવાડિયા માટે 17 સપ્ટેમ્બરથી ખાસ અભિયાન ચલાવવા જઈ રહી છે.

આ અભિયાન 7 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. 14 કરોડ રાશન બેગ વિતરણથી લઈને 4 કરોડ આભાર પોસ્ટકાર્ડ સુધી, ભાજપે કાર્યક્રમોની લાંબી યાદી તૈયાર કરી લીધી છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, દગ્ગુબાતી પુરંદેશ્વરી, વિનોદ સોનકર અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરને પીએમ મોદીના જન્મદિવસે આયોજિત સેવા અભિયાન ચલાવવા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

પીએમ મોદીના જન્મદિવસે ભાજપે ‘સેવા અને સમર્પણ’ અભિયાન ચલાવવાનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી 7દ વર્ષ પુરા કરીને 71 વર્ષના થશે. તેથી, આ કાર્યક્રમમાં નદીઓ સાફ કરવા માટે 71 સ્થળોની પસંદ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા પર હાઇ પ્રોફાઇલ ઝુંબેશ તેમજ કોરોના વિરોધી રસીકરણ પર સેમિનાર અને પીએમ મોદીના જીવન અને કાર્યનું આયોજન કરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં 27 હજાર થી વધુ બુથ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પાર્ટીના વડા જેપી નડ્ડા સેવા અને સમર્પણ અભિયાનનું નેતૃત્વ અને દેખરેખ કરશે. આ અભિયાન માત્ર પીએમ મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે જ નહીં, પરંતુ 7 ઓક્ટોબરના રોજ પણ સંચાલક તરીકે તેમના જાહેર જીવનના 20 વર્ષ પૂર્ણ કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે.