Site icon Revoi.in

કલમ 370ના નામે ભાજપ ગુજરાતમાં સ્પોર્ટ્સ લીગ શરૂ કરશે- ગાંઘીનગરમાં થશે આયોજન,કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતનો સમાવેશ

Social Share

દિલ્હી- દેશની સરકાર દરેક મોરચે પ્રગતિ કરી રહી છે, અનેક ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે અવનવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે કલમ 370ના નાસે કેન્દ્રની સરકાર સ્પોર્ચ લીગ સરુ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરને કલમ 370 હેઠળ અંતર્ગત પ્રદેશનો ખાસ દરજ્જો રદ કર્યો હતો જો કે હાલ પણ ભાજપના અનેક વર્તુળોમાં તેના પડઘા પડી રહ્યા છે. લે

મળતી માહિતી પ્રમાણે બીજેપી કલમ 370ના નામે સ્પોર્ટ્સ લીગ શરૂ કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ લીગનું આયોજન ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં કરવામાં આવશે અને તેમાં ક્રિકેટ અને કબડ્ડી જેવી મેચોમાં ટક્કર થતી જોવા મળશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લીગનું પૂરું નામ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ 370 રાખવામાં આવનાર છે. જેના માધ્યમથી વધુને વધુ યુવાનોને તેની સાથે જોડાય તેવું ભાજપનું લક્ષ્ય છે. અમદાવાદ શહેરના બીજેપી યુનિટના જનરલ સેક્રેટરી જીતુભાઈ પટેલે આપેલી માહિતી પ્રમાણે આ લીગનું નામ કલમ 370 પર રાખવામાં આવ્યું છે, જે અમિત શાહના નેતૃત્વમાં 2019માં રદ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ડિસેમ્બરના મધ્યમાં શરૂ કરવાનું આયોજન છે.

કહેવામાં આવી રહ્યું છે કે,ભારતીય જનતા પાર્ટીએ આ લીગમાં ક્રિકેટ અને કબડ્ડી માટે દરેક વોર્ડમાંથી બે ટીમોનો સમાવેશ કરવાનું લક્ષય રાખ્યું છે,.જે સાત વિધાનસભાની સીટો પરથી આટીમ પસંદગી પામશે તેમાં વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા,સાબરમતી,કલોક અને ગાંઘીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિતગ પ્રમાણે હાલ પુરતી આ લીગ માત્ર પુરુષો માટે આયોજન કરાશે,જેમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચ રમાનાર છે,આ માટેની જાહેરાત માટે વ્હોટ્સએપ ગૃપનો પણ ઉપયોગ કરાશે અને આ રીતે તેનો શહેરમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે