Site icon Revoi.in

રાહુલ ગાંધીના શીખ સમુદાયના આપતિજનક ભાષણથી ભાજપ નારાજ: કેસ કરાશે..

Social Share

નવી દિલ્હીઃ વિદેશમાં રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને જે ભાષણ આપ્યુ છે તેને લઈને વિરોધનો વંટોળ પંજાબ, હરિયાણા અને બીજા સિંધ પ્રાંતમાં વર્તી ગયો છે અને આ ભાષણની અગ્નજવાળ આખા દેશમાં ફેલાઈ રહી છે. દરમિયાન ભાજપે શિખ સમુદાયને મામલે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરીને માફી માંગવા જણાવ્યું હતું. જો રાહુલ ગાંધી માફી નહીં માગે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ 1984ના કોમી તોફાનને એક સુયોજિત ચાલ ગણાવી હતી અને તેનાથી શીખ સમુદાયને એ વખતે જે ભોગવવું પડ્યું હતું એ તો એ જ જાણે છે. 1984ના કોમી તોફાનમાં લગભગ 3000થી વધુ શીખોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસ પોતાના આ પાપને સ્વીકારવાને બદલે હવે રાહુલ ગાંધી બીજા પર આંગળી ચીંધે છે તે યોગ્ય બાબત નથી. ભાજપે રાહુલ ગાંધીના આ ભાષણને નિરાશાજનક ગણાવી તેમને માફી માંગવાનું કહ્યું છે અને વિદેશી ધરતી પર આવી ભાષણબાજી નહીં કરવા પણ વિનંતી કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે શીખ સમુદાય માટે ઘણું બધુ કર્યું છે. દેશની આઝાદીમાં શીખ સમુદાયનો ફાળો અકલ્પનીય છે, તેની ઓળખ નરેન્દ્ર મોદીને છે જેથી આ સમુદાય માન સમ્માનથી જીવી શકે તેવી ઘણી બધી યોજનાઓ કેન્દ્રએ લાગુ પાડી છે તથા પંજાબમાં વિકાસના કાર્યો અવિરત કર્યા છે. ગુરુદ્વારોના લંગર પર લાગતો ટેક્સ કેન્દ્રએ સંપૂર્ણ માફ કર્યો છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે નરેન્દ્રમોદી જ્યારે પણ ગુરુદ્વારમાં જાય છે ત્યાં આનંદથી પંજાબી પાઘડી પહેરે છે જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી છે જે તેમના ભાષણથી શીખ સમુદાયનું દિલ દુભાવે છે.