Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે, તેજ પ્રતાપ યાદવે કરી ભવિષ્યવાણી

Social Share

નવી દિલ્હીઃ બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી તેજ પ્રતાપ યાદવે લોકસભા ચૂંટણીની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે મારાથી મોટો કોઈ સાધુ નથી. હું દરરોજ પૂજા-પાઠ કરુ છું. 2024-25માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે. 2024-25માં ભાજપ સત્તામાંથી જતું રહેશે. બિહાર સરકાર રાજ્યમાં પોતાની રીતે કામ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને વિપક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપાની આગેવાનીમાં ફરીથી એનડીએને વધારે એક્ટીવ કરવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસ, એનસીપી, ટીએમસી સહિતના રાજકીય પક્ષોએ I-N-D-I-A ના નામે ગઠબંધન કર્યું છે, તેમજ ભાજપને ઘરભેગી કરવા માટે ગણનીતિ ઘડી રહ્યાં છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. હાલ ભાજપ દ્વારા I-N-D-I-A સામે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ કેન્દ્ર સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે.

લોકસભામાં એનડીએની લગભગ 330થી વધારે બેઠકો છે. જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષ પાસે 140થી વધારે બેઠકો છે. જો કે, બહુજન સમાજવાદી પાર્ટી સહિત લગભગ 22 જેટલા પક્ષો એનડીએ અને I-N-D-I-A સાથે જોડાયેલા નથી. જેથી લોકસભાની ચૂંટણીમાં આ પક્ષો કઈ દિશામાં આગળ વધે છે તે જોવુ રહ્યું.