દિલ્હી:કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.બજેટની જોગવાઈઓ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે.આ અંતર્ગત અગ્રણી કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.સામાન્ય લોકો સુધી બજેટની વિશેષતાઓ પહોંચાડવા સેમિનારમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બજેટના પ્રચાર માટે પાર્ટી નેતાઓની એક કમિટી બનાવી છે. સુશીલ મોદી આ સમિતિના અધ્યક્ષ રહેશે.આ અભિયાન 1 થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ચાલશે.જે રાજ્યોમાં ભાજપ સત્તામાં નથી ત્યાં વિપક્ષના નેતા અથવા અન્ય વરિષ્ઠ નેતાઓ બજેટ માટે પ્રચાર કરશે.
મળતી માહિતી મુજબ, બજેટ રજૂ થયા બાદ તરત જ પાર્ટીના પ્રવક્તાની બેઠક યોજાશે. જેમાં બજેટની ખાસ વાતો જણાવવામાં આવશે.પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા “લોકહિતકારી” પગલાં વિશે લોકોને જાગૃત કરવા માટે ભાજપ 1 ફેબ્રુઆરીથી 12 દિવસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે.તેમણે કહ્યું કે, બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ મોદી સંસદમાં બજેટ રજૂ કરવાના દિવસથી શરૂ થયેલા અભિયાનનું સંકલન કરશે અને 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે
ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા, પ્રેસ કોન્ફરન્સ અને સેમિનાર કરવા માટે પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ અને કિસાન-યુવા પાંખના વડાઓ સહિત નવ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે.પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા “લોકહિતકારી” પગલાં અંગે દેશના 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
કેન્દ્રીય બજેટ પરના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવા અને ભાજપના પ્રચારની બ્લુપ્રિન્ટ નક્કી કરવા માટે સોમવારે ભાજપના મુખ્યાલયમાં આ માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી.