નવી દિલ્હી: હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપવાની છ. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ તરફથી ઉમેદવાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભા ચૂંટણી વખતે પણ કહી હતી અને ત્યારે પણ મોટી સંખ્યામાં ધારાસભ્યોની ટિકિટો કપાય હતી. હવે લોકસભા ચૂંટણીથી પહેલા તેમમે આ વાત કહી છે, તો તેનો અર્થ એ છે કે લોકસબા જીતનારા સાંસદો સાવધાન થઈ જાય. કેટલાક દિવસ પહેલા સંસદમાં વડાપ્રધાને રાજ્યસભાના સાંસદો માટે જાહેરસભામાં લોકો વચ્ચે જવાનું સૂચન કર્યું હતું અને પરિણામ એ થયું કે ભાજપે પોતાના બે ડઝન જેટલા રાજ્યસભાના સાંસદોની ટિકિટ કાપી હતી.
હવે કમળના ફૂલને ઉમેદવાર બનાવીને લડવાની વાત બાદ લોકસભાના જૂના નેતાઓ અને ઘણીવારના સાંસદોનું ટિકિટવિહોણા થવું લગભગ નક્કી થઈ ગયું છે. જણાવાય રહ્યું છે કે ત્રણ વારથી સતત ચૂંટણી જીતનારા લોકસભાના સાંસદોને ટિકિટ નહીં મળે. મોદી લહેરમાં બે વાર જીતનારા સાંસદો પણ ખતરાના નિશાનમાં છે. જો સર્વે કરનારી એજન્સીઓ અને નમો એપ પર થયેલા સર્વેમાં તેમના સંદર્ભે નેગેટિવ ફીડબેક છે, તો તેમની ટિકિટ કપાશે. તેમના સ્થાને નવા ઉમેદવારોને મોકો મળશે.
ભાજપ જે રાજ્યોમાં 85થી 90 ટકા અથવા તેનાથી વધારે સ્ટ્રાઈક રેટ ધરાવે છે, તે રાજ્યોમાં સૌથી વધુ ટિકિટ કપાય તેવી શક્યતા છે. આવા ડઝનબંધ રાજ્યોમાં બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યો સામેલ છે. કર્ણાટકમાં પણ ભાજપનો સ્ટ્રાઈક રેટ સારો છે, પરંતુ અહીં તોડી ઓછી ટિકિટ કપાશે, કારણ કે કર્ણાટકમાં પરિસ્થિતિને લઈને પાર્ટીના નેતા વધુ આશ્વસ્ત દેખાય રહ્યા નથી.