રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ભાજપા ઝંપલાવશે
જયપુરઃ રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાની મહાસભા અને પીએમ મોદીની મુલાકાત બાદ ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયું છે. પાર્ટીના બે અગ્રણી નેતાઓ જેપી નડ્ડા અને અમિત શાહ બુધવારથી જયપુરમાં છે. બંને નેતાઓ રાજ્યના અધિકારીઓ અને નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવા પહોંચ્યા હતા. મીટિંગ દરમિયાન, નડ્ડા અને શાહે પરિવર્તન યાત્રામાં ઓછી ભીડ અને પરસ્પર જૂથવાદ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યના નેતાઓને સલાહ આપતા શાહ અને નડ્ડાએ કહ્યું હતું કે, બધા સાથે મળીને કામ કરશે અને ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરશે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સીએમનો ચાહેર જાહેર કર્યા વગર જ પીએમ મોદીના નામે ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ બુધવારે નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ બનાવવા જયપુર પહોંચ્યા હતા. રાજ્ય કક્ષાના નેતાઓ સાથે તેમની બેઠક ભાજપના પ્રદેશ કાર્યાલયમાં યોજાવાની હતી, પરંતુ તેમના આગમન બાદ તેને ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડ્ડા અને શાહ દિલ્હીથી 15 નેતાઓની યાદી લઈને આવ્યા હતા. આયાદી ભાજપના પ્રદેશ પ્રભારીને આપવામાં આવી હતી અને તેમને બેઠકમાં નેતાઓને બોલાવવાનું કહેવામાં આવ્યું હતું. સાતમાં બેઠક શરૂ થઈ હતી અને મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અમિત શાહે નેતાઓ સાથેની બેઠકમાં પરિવર્તન યાત્રામાં ઓછી ભીડ અને પરસ્પર જૂથવાદ સહિત અનેક મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યના નેતાઓને સલાહ આપતાં બંને નેતાઓએ કહ્યું કે, ભાજપને જીતાડવા માટે સૌ સાથે મળીને કામ કરશે. તેમજ ટિકિટની વહેંચણી અંગે શાહ અને નડ્ડાએ કહ્યું હતું કે, ટિકિટ વિજેતા ઉમેદવારને જ આપવામાં આવશે. કોઈ નેતા સીએમ પદનો ચહેરો નહીં બને, પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડાશે. સૂત્રોનું માનીએ તો ભાજપ આગામી 48 કલાકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ હજુ જયપુરમાં છે. બંને નેતાઓ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત સંઘના આગેવાનો સાથે પણ બેઠક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને લઈને સંઘના આગેવાનો પાસેથી ફીડબેક લેવામાં આવી શકે છે.