1. Home
  2. ગુજરાતી
  3. માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી
માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

0
Social Share

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં ભાજપમાં પ્રવેશ મળ્યો. એટલું જ નહીં, ચર્ચા છે કે બીએસપીના વધુ ત્રણ સાંસદો ભાજપમાં સામેલ થવાના છે. આ સિવાય બે સાંસદો કોંગ્રેસના સંપર્કમાં છે. વેસ્ટ યુપીના એક સાંસદ આરએલડીમાં જાય તેવી શક્યતા છે. ભાજપની સાથે ગઠબંધનમાં આરએલડીને તેમની બેઠક મળતી જોવા મળી રહી છે.

તેવામાં સાંસદની કોશિશ થશે કે આરએલડીમાં જઈને ટિકિટની દાવેદારી રજૂ કરી દો. બીએસપીના હવે વધુ ત્રણ સાંસદ ભાજપમાં પ્રવેશ ઈચ્છી રહ્યા છે. તે કાશી ક્ષેત્રમાંથી આવે છે. તેમાંથી એક લાલગંજના સાંસદ સંગીતા આઝાદ તેમના પતિની સાથે ગૃહ મંત્રી અમિત શાહના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ સિવાય એક સાંસદે તો પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ તાજેતરમાં મુલાકાત કરી હતી.ગાઝીપુરના સાંસદ અફઝાલ અંસારી પહેલા જ સમાજવાદી પાર્ટીમાં પહોંચી ચુક્યા છે અને ત્યાંથી તેમને ટિકિટ પણ મળી ગઈ છે. આ સિવાય બે સાંસદ કોંગ્રેસનો પંજો પકડવા માટે થનગની રહ્યા છે.

આ પ્રકારે બીએસપીના કુલ 10 સાંસદોમાંથી 2 જ તેમની પાસે રહેશે અને તેમના ભવિષ્ય પણ અનિશ્ચિત જ છે. રિતેશ પાંડેયે બીએસપી છોડવાનું કારણ જણાવ્યું છે, તેમણે પહેલા એ કહ્યુ હતુ કે પાર્ટીનો તેમની સાથે સંપર્ક જ ન હતો. બીજું માયાવતી સાથે પણ તેમનો કોઈ સંવાદ ન હતો. આ સ્થિતિ આ સાંસદોની રહી છે. માનવામાં આવે છે કે રિતેશ પાંડેયે ટિકિટની ઈચ્છાથી ભાજપ જોઈન કરી છે. ભાજપ તરફથી તે 16 બેઠકો પર પહેલા ઉમેદવારો ઘોષિત કરી શકે છે, જેના પર યુપીમાં 2019માં તેઓ જીતી શક્યા ન હતા. તેવામાં આ બેઠકો પર બીએસપીના જ એ સાંસદોની નજર છે, જે ગત ચૂંટણીમાં ચૂંટાયા હતા.

જાણકારો મુજબ, બીએસપીએ ઈન્ડી એલાયન્સનો હિસ્સો બનવાનો ઈન્કાર કર્યો છે. તેના કારણે તેની સંભાવનાઓ પાર્ટીના સાંસદોને નબળી લાગી રહી છે. તેવામાં આ લોકો ભાજપ જેવી પાર્ટીમાં જવા માંગે છે, જ્યાં સંભાવન વધુ છે. મહત્વપૂર્ણ છે કે 2019માં બીએસપીએ સમાજવાદી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી હતી અને 10 બેઠકો પ્રાપ્ત કરી લીધી હતી. જો કે તેમણે બાદમાં ગઠબંધન તોડી નાખ્યું અને એકલા તો બીએસપીને યુપી વિધાનસભા ચૂંટીમાં માત્ર એક જ બેઠક મળી શકી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code