Site icon Revoi.in

આજે રાજ્યમાં બીજેપીની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શથે શરુઆત – અધ્યક્ષ જેપી નડ્ડા લીલી ઝંડી બતાવી યાત્રાનો આરંભ કરાવશે

Social Share

અમદાવાદઃ- ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટિ જનતાને રિઝવવાના પ્રયોસમાં લાગેલી છે એજ શ્રેણીમાં ગુજરાતમાં બીજેપીના નેતાઓની હલનચલન વધી છે અવાર નવાર અમિત શાહથી લઈને ખૂબ પીએમ મોદી  ગુજરાતની મુલાકાત સતત લઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આજથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રાની શરુઆત કરી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે  વિધાનસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપવા રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળોએથી ગૌરવ યાત્રા નીકાળવામાં આવી રહી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા   બે યાત્રા સ્થળઓએ ફ્લેગ ઓફ કરશે અને યાત્રાનો આરંભ કરાવશે.

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક યાત્રાઓમાં બીજેપીના મોટા નેતાઓ પમ સામેલ થવા જઈ રહ્યા છે,કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ આ મુલાકાતોમાં જોડાશે.

જાણકારી અનુસાર ગુજરાત ગૌરવ યાત્આરાનો આરંભ   પાંચ અલગ-અલગ ધાર્મિક સ્થળોએથી ફ્લેગ ઓફ કરીને કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ યાત્રા 10 દિવસની હશે આ યાત્રા રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 144 બેઠકોમાંથી પસાર થવા જઈ રહી છે,બીજેપી ગુજરાતમાં એડી ચોંટીનું જોર લગાવી રહી છે,

જેપી નડ્ડા જે બે યાત્રાઓનો આરંભ કરવાના છે તેમાંથી  પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતા નો મઢ સુધી જશે બહુચરજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર છે.જ્યારે બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે.

આ સાથે જ ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.