Site icon Revoi.in

ભાજપા તેનો કાર્યકાળ પુરો નહીં કરે, પાકિસ્તાનના નેતાએ કરી ભવિષ્યવાણી

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની પાકિસ્તાનના નેતાએ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરી હતી. તેમજ આ ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનની જીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી. દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદીની સરકાર બની રહી છે. દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનના નેતા ફદાવ ચૌધરીએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. પાકિસ્તાનના નેતાએ ભવિષ્યવાણી કરી છે કે, ભાજપા તેનો કાર્યકાળ પુરો નહીં કરી શકે અને આગામી દિવસોમાં ઈન્ડિ ગઠબંધનની સરકાર રચાશે. એટલું જ નહીં રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન બનશે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના નજીકના મનાતા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપ અને તેના સહયોગીઓની નીતિઓમાં વૈચારિક તફાવત છે. ફવાદ ચૌધરીના મતે, નીતિઓમાં વૈચારિક તફાવત સૂચવે છે કે ગઠબંધનની એકતાનું વિઘટન નજીક છે. લાહોરમાં, ફવાદ ચૌધરીએ કહ્યું કે અસ્થિરતા દર્શાવે છે કે ભાજપ કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં. ફવાદ ચૌધરીએ દાવો કર્યો હતો કે ઈન્ડિ એલાયન્સના નેતા રાહુલ ગાંધી (કોંગ્રેસ તરફથી) ભારતના આગામી પીએમ બનશે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાને ચેતવણી આપી હતી કે બંને દેશોને 15 વર્ષમાં સિંધુ બેસિનમાં પાણીના મોટા પડકારોનો સામનો કરવો પડશે. આ પડકારોને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે વાત કરવી પડશે. પાણી પર સહકાર સ્થાપિત કરવામાં નિષ્ફળતા પ્રદેશને અસ્થિર કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ ઈન્ડી ગઠબંધનની પ્રશંસા કરી હતી.