Site icon Revoi.in

મણિપુરમાં ભાજપના સાથી પક્ષે બિરેન સિંહની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી

Social Share

ઇમ્ફાલ:ઉત્તરપૂર્વીય રાજ્યમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે મણિપુરમાં એન બિરેન સિંહ સરકારના સહયોગીએ રાજ્ય સરકારને સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.

બે ધારાસભ્યો ધરાવતા કુકી પીપલ્સ એલાયન્સે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને લખેલા પત્રમાં સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ પગલાથી મુખ્યમંત્રી બિરેન સિંહની સરકારને કોઈ ખતરો ઉભો થવાની શક્યતા નથી

ગવર્નરને લખેલા પત્રમાં KPA ચીફ ટોંગમેંગ હાઓકિપે કહ્યું છે કે વર્તમાન સંઘર્ષની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી, મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની વર્તમાન મણિપુર સરકારને તેમની પાર્ટીનું સમર્થન સમાપ્ત થાય છે.

કેપીએ મણિપુર સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું. મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે એન બિરેન સિંહના નેતૃત્વવાળી સરકાર દેશભરમાં વિરોધનો સામનો કરી રહી છે.

જો કે, કેપીએના આ પગલાથી સરકારને કોઈ ખતરો ઉભો થવાની શક્યતા નથી. ભાજપ પાસે સૌથી વધુ 37 બેઠકો છે. આ સિવાય પાર્ટીને પાંચ NPF, સાત NPP ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. મણિપુરમાં કોંગ્રેસ પાસે પાંચ સીટ છે અને જેડીયુની એક સીટ વિપક્ષમાં છે.

મણિપુરમાં, 3 મેના રોજ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે મેઇતી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં જાતિય હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે.