અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે દરેક બેઠક પર 5 લાખ મતોથી તમામ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પણ બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડું પાડીને ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપમાંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડુ પાડી મોટી જીત હાસલ કરી છે. બનાસકાંઠા લોકસભા બેઠકના 23 રાઉન્ડમાં કોંગ્રેસની 28,495 મતે જીત મેળવી છે.
બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત પર શક્તિસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા છે. શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને અભિનંદન આપ્યા હતા. છેલ્લે 2009 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી તે બાદ 2014 અને 2019નીમાં ભાજપે આ સીટ જીતી લીધી હતી. જોકે હવે દાવ ઉંધો થઈ ગયો છે અને ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી છે અને 21 હજાર મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી છે. બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું રોળાયું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર બેઠક પર જીત મળી છે, અને આ જીત ગેનીબેન ઠાકોરે અપાવી છે. ગેનીબેને ભાજપનું હેટ્રિકનું સપનું તોડ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતુ ખોલ્યું. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 20 હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી છે.
બનાસકાંઠાની જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, બનાસકાંઠાની મતદારો, જનતાનો આભાર માનું છું, જનતાએ અમને જે આર્શીવાદ આપ્યા છે, બનાસકાંઠાના વોટર્સે પોતાનુ કામ પૂરુ કર્યું. હવે પરિણામ બાદ વિધિવત રીતે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ, પરંતુ જે જીત અપાવી તેને માટે જનતાનો આભાર. સમગ્ર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, તેમાં બનાસકાંઠાનો પણ સહભાગી બનશે, તેથી તમારા સૌનો આભાર. બનાસકાંઠાની જનતાનો આભાર. બનાસની જનતાએ જે મામેરું મેં માંગ્યુ હતું, તે મામેરુઁ ભર્યું તે બદલ જનતાનો આભાર. અહીંની જનતાએ મને વોટ અને નોટ આપ્યા છે, તેથી હું જીવું અને જાગું ત્યા સુધી બનાસકાંઠાના મતદારોનો ઋણ ઉતારી શકું તેમ નથી. પ્રયત્ન કરીશ કે આ ઋણ ઉતારી શકું.