રાયબરેલીમાં 2009 બાદથી ભાજપની સતત વધતી મતોની ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર
આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી ભાગી ગયા છે. જો કોંગ્રેસનું માનીએ તો, પાર્ટીએ ખૂબ જ વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રાયબરેલી સાથે ગાંધી પરિવારનું ભાવનાત્મક જોડાણ છે અને અત્યાર સુધી તે કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો છે અને હારનું જોખમ પણ ઓછું છે. દરમિયાન, 17 ટકા ફેક્ટરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તેનું ગણિત સમજીએ.
- પ્રતિ લોકસભા ઇલેકશન 17 ટકા વધ્યા છે ભાજપના મત
જણાવી દઈએ કે વર્ષ 2009માં સોનિયા ગાંધીને 72.23 ટકા વોટ મળ્યા હતા અને ભાજપને માત્ર 3.82 ટકા વોટ મળ્યા હતા. તે સમયે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતોનો તફાવત 68.41 ટકા હતો. ત્યાર બાદ 2014ની ચૂંટણીમાં સોનિયા ગાંધીને 63.80 ટકા અને ભાજપને 21.05 ટકા વોટ મળ્યા હતા. 2014માં કોંગ્રેસે 8.43 ટકા વોટ ગુમાવ્યા હતા..અને ભાજપને 17.23 ટકા વોટનો ફાયદો મળ્યો. બંને પક્ષો વચ્ચે મતનો તફાવત ઘટીને 42.75 ટકા થયો હતો..
- કોંગ્રેસ શા માટે ચિંતિત છે?
વર્ષ 2019માં સોનિયા ગાંધીને 55.78 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 38.35 ટકા વોટ મળ્યા હતા. તે વખતે કોંગ્રેસને 8.02 ટકાનું નુકસાન થયું હતું . બીજી તરફ, ભાજપને 17.3 ટકાનો ફાયદો થયો હતો.. જીત અને હાર વચ્ચેનો તફાવત ઘટીને માત્ર 17.43 ટકા રહ્યો હતો. . નોંધનીય છે કે રાયબરેલીમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ 17.43 ટકા મતોના માર્જિનથી હારી ગયું હતું. છેલ્લી બે ચૂંટણીઓથી, ભાજપ તેના મતોમાં 17 ટકાનો વધારો કરી રહ્યો છે. કોંગ્રેસ માટે આ ચિંતાનું કારણ બની ગયું છે.
- રાયબરેલીમાં કોનું પ્રભુત્વ?
છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં રાહુલ ગાંધી સાથે જે મુકાબલો થયો હતો તે અમેઠીમાં સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે હતો. પરંતુ આ સીટ 2019માં બીજેપીની સ્મૃતિ ઈરાનીએ જીતી હતી. આખરે, ઘણા દિવસોના સસ્પેન્સ પછી, રાયબરેલીમાં રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે ચૂંટણી જંગ છે. જ્યારે અમેઠીમાં ગાંધી પરિવારના નજીકના કેએલ શર્મા સ્મૃતિ ઈરાનીને પડકારવા કોંગ્રેસમાં ચૂંટણી લડશે. અમેઠીમાંથી કોંગ્રેસ પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી પર પ્રહારો કરી રહી છે. 4 જૂને રાયબરેલી અને અમેઠીમાં કોનો દબદબો જોવા મળશે તે જોવું રહ્યું.