નવી દિલ્હી: હિંદુ ધર્મમાં પુત્રની નહીં, શિષ્યની પરંપરા છે. રામના ભક્ત હનુમાનના ઘણાં મંદિરો તમે દેશમાં જોયા હશે, પરંતુ ભગવાન રામના પુત્ર લવકુશના મંદિર નહીં જોયા હોય. આ વાતો ભાજપે સોમવારે પીએમ મોદીના પરિવાર પર ટીપ્પણી કરનારા લાલુ યાદવને આપેલા જવાબમાં કહી છે. સોમવારે ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ પાર્ટીના મુખ્યમથક પર મીડિયાને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે લાલુ યાદવની સાથે વિપક્ષ અને ઈન્ડિયા ગઠબંધનને પણ હિંદુ વિરોધી ગણાવ્યું અને આકરા વાકપ્રહારો કર્યા.
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે હું લાલુ યાદવને જણાવવા માગુ છું કે સૂપ બોલે તો બોલે, ચલની ભી બોલે, જિસમેં સૌ-સૌ છેદ. તેમણે કહ્યુ છે કે જે સનાતન ધર્મને મિટાવવાની કોન્ફરન્સ કરે છે. ઉત્તર ભારતમાં હિંદુ ધર્મને ધોખો ગમાવે છે. જેની સરકારના શિક્ષણ મંત્રી પોટેશિયમ સાઈનાઈડ ગણાવે છે. રામચરિત માનસ અને હિંદુ ધર્મ ગ્રંથો બાબતે અનાપ-શનાપ ટીપ્પણી કરે છે. હવે તેઓ હિંદુ હોવાનું સર્ટિફિકેટ આપવા લાગ્યા છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યુકે હું તેમની વાતનો સૈદ્ધાંતિક જવાબ પણ આપી રહ્યો છું અને રાજકીય પણ.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે લાલુ યાદવને જણાવવા માંગુ છું કે હિંદુ ધર્મમાં પુત્રને મહત્વ હોતું નથી. તેમણે કહ્યુ છે કે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાનું સ્થાન ઉંચુ નથી. અર્જૂનનું સ્થાન ઉંચુ છે. ભગવાન રામે પોતાની સમસ્ત શક્તિઓ હનુમાનને આપી. દ્રોણાચાર્યે વિદ્યા પુત્ર અશ્વત્થામાને નહીં, અર્જૂનને આપી. તેમણે કહ્યુ કે હિંદુ ધર્મની પરંપરા છે, ગુરુ-શિષ્ય પરંપાર, પિતા-પુત્ર પરંપરા નથી.
મહત્વપૂર્ણ છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે રવિવારે પટનામાં એક રેલીને સંબોધિત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. ત્યારે લાલુ યાદવે કહ્યુ હતુ કે જો નરેન્દ્ર મોદીની પાસે પોતાનો પરિવાર નથી, તો અમે શું કરી શકીએ. તેઓ રામમંદિર બાબતે ડીંગો હાંકતા રહ્યા છે. તે સાચા હિંદુ પણ નથી. હિંદુ પરંપરામાં પુત્રને પોતાના માતાપિતાના નિધન પર પોતાના માથા અને દાઢીના વાળ કપાવવા જોઈએ. જ્યારે મોદીના માતાનું નિધન થયું, તો તેમણે આવું કંઈ કર્યું નહીં.