1. Home
  2. ગુજરાતી
  3. ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી
ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવાર સાંજે આવેલા લિસ્ટમાં ભાજપે 111 ઉમેદવારોની ઘોષણા કરી હતી. તે યાદીમાં એવી સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી કે જેની લાંબા સમયથી ચર્ચાઓ હતી. તેના પર ભાજપ અત્યાર સુધીમાં એ 90 ટકા બેઠકો પર ઉમેદવારો ઉતારી ચુકી છે, જેમાં તેણે લડવાનું છે. માનવામાં આવે છે કે ભાજપ વધુમાં વધુ 440 અથવા 450 બેઠકો પર ઉમેદવારોને ઉતારશે. તેવામાં પહેલા જ રાઉન્ડના મતદાનથી પણ લગભગ 25 દિવસ પહેલા 400 ઉમેદવારો નક્કી કરવામાં તેની ઝડપ જોવા મળી છે. આખી ચૂંટણીમાં 44 દિવસનો સમય લાગવાનો છે. તેવામાં આ ઉમેદવારોને પ્રચાર માટે પણ પુરતો સમય મળશે.

એક તરફ ભાજપે લિસ્ટ સમય રહેતા જાહેર કર્યા છે, તો સીટિંગ એમપીમાંથી લગભગ 100ને રિપીટ કરવામાં આવ્યા નથી. તેવામાં પાર્ટી ઘણાં સંદેશ આપી રહી છે. પહેલો સંદેશ એ છે કે પાર્ટીએ સમય રહેતા ઉમેદવારોની ઘોષણા કરી તેમને ચૂંટણી પ્રચારમાં ઉતારવા માટે પુરતો સમય આપ્યો છે. ભાજપ પોતાના દમ પર 370 બેઠકોના ટાર્ગેટ પર ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદીય સત્રમાં પણ આ વાત કહી હતી. તેવામાં ભાજપે 80 ટકા સુધીનો સ્ટ્રાઈક રેટ દેખાડવો પડશે, ત્યારે આ ટાર્ગેટ પૂર્ણ થઈ શકે છે. ઉમેદવારો પાસે ઓછામાં ઓછો એક માસનો સમય છે કે તે પ્રચાર કરી શકે.

પહેલા ટિકિટ આપવાથી ભાજપને થશે ઘણાં ફાયદા-

આટલા સમયમાં ભાજપ રુઠનારા કાર્યકર્તાઓ અને નેતાઓને મનાવી શકશે. કેટલાક કદ્દાવર નેતાઓની ટિકિટો પણ કાપવામાં આવી છે, તેથી ડેમેજ કંટ્રોલ માટે સારોએવો સમય મળશે. આ નેતાઓમાં ગાઝિયાબાદથી જનરલ વી. કે. સિંહ, બક્સરથી અશ્વિની ચૌબે, નવી દિલ્હીથી મિનાક્ષી લેખી, ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા, દિલ્હીથી રમેશ બિધૂડી અને પ્રવેશ વર્મા સામેલ છે. ભાજપે આ પ્રકારના વિવાદીત નેતાઓને દૂર કર્યા છે, તો એવા વરિષ્ઠ નેતાઓને પણ ચૂંટણીની દોડમાંથી દૂર કર્યા છે, જે લાંબા સમયથી ઘણી ચૂંટણીઓમાં દોડી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ ગત કેટલાક દિવસો પહેલા કહ્યુ હતુ કે ભાજપનું ઉમેદવાર કમળ છે. પાર્ટીના લોકોને સિમ્બલ જોઈને કામ કરવું જોઈએ.

એનડીએનો વિસ્તાર કરવા અને અન્ય દળોના નેતાઓ સાથેની રણનીતિ શું છે-

ભાજપ પોતાનો ટાર્ગેટ મેળવવા માટે ખૂબ ઝીણવટ ભરેલી વ્યૂહરચના પર કામ કરી ર્હયું છે. તે આંધ્રપ્રદેશમાં ટીડીપી અને પવન કલ્યાણને દોસ્ત બનાવવાના ભાજપના ગણિત પાછળથી સમજી શકાય છે. આ સિવાય પંજાબમાં અકાલીદળને સાથે લાવવાની કોશિશ કરી હતી. પણ હવે પંજાબમાં ભાજપ એકલાહાથે ચૂંટણી લડશે. તો ઓડિશામાં બીજૂ જનતાદળ સાથે ગઠબંધનની વાત છેલ્લા તબક્કામાં નહીં પહોંચતા ત્યાં પણ ભાજપ એકલાહાથે ચૂંટણી લડશે. પણ ગઠબંધન માટે કોશિશો તો કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં મોટું છે. આ પ્રકારે સહયોગી દળોને સાથે લાવવા અને વિપક્ષી દળોને તોડવાથી ભાજપને ફાયદાની આશા છે. શનિવારે જ નવીન જિંદલ પણ પાર્ટીમાં આવ્યા અને તેમને કુરુક્ષેત્ર લોકસભા બેઠકની ટિકિટ મળી છે. ભાજપના સૂત્રો મુજબ, પાર્ટી જીતનારી બેઠકો પર પ્રયોગો કરી રહી છે અને જ્યાં પેંચ ફસાયેલો છે તેવી બેઠકો પર અન્ય પક્ષોના મજબૂત નેતાઓને મોકો આપી રહી છે. તે સિવાય કમજોર બેઠકો પર પ્રયોગ પણ થઈ રહ્યા છે અને ચોંકવાનારા નામ અપાય રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code