1. Home
  2. ગુજરાતી
  3. ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?
ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?

ભાજપનું મિશન સાઉથ: લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતની મુલાકાતો કેમ લઈ રહ્યા છે પીએમ મોદી?

0
Social Share

નવી દિલ્હી: 2014માં 282 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 303 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. આ ટાર્ગેટ નાનો નથી. હિંદી બેલ્ટ ભાજચપનો જનાધાર માનવામાં આવે છે. પરંતુ માત્ર ઉત્તર ભારતમાંથી જ આટલી બેઠકો મળવાની નથી. ભાજપની સમસ્યા એ પણ છે કે ઉત્રત ભારતમાં જે વાતો પર વોટ મળે છે, તેના પર દક્ષિણ ભારતમાં તેને મત મળી શકતા નથી. આના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાબડતોબ દક્ષિણ ભારતની મુલાકાતો લઈ રહ્યા છે. પીએમ મોદી ફરી એકવાર તમિલનાડુ, કેરળ અને તેલંગાણાની મુલાકાતે છે.

રાજકીય વિશ્લેષક આરતી જેરથે એક આર્ટિકલમાં કહ્યું છે કે ગત ચૂંટણીમાં જ ભાજપે હિંદી બેલ્ટના પોતાના ગઢોમાં મહત્તમ બઢત પ્રાપ્ત કરી લીધી હતી. વધારાની બેઠકો તેને પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાંથી મળી હતી. જો ભાજપ 2019ના કરિશ્માને દોહરાવે છે અને યુપીથી એક ડઝન વધારે બેઠકો વધુ જોડે છે, ત્યારે પણ તેનો આંકડો 315ની આસપાસ જ પહોંચશે. તેવામાં સવાલ ઉઠે છે કે 370નો ટાર્ગેટ કેવી રીતે પુરો થશે? ભાજપને આટલી બેઠકો ક્યાંથી મળશે?

કદાચ આનો જ જવાબ ભાજપના મિશન સાઉથમાં છૂપાયેલો છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું વિસ્તરણ ઈચ્છી રહ્યું છે. પાંચ દક્ષિણી રાજ્યો- કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલમાં લોકસભાની 130 બેઠકો છે. જો ભાજપે 370 બેઠકો જીતવી હોય, તો આ રાજ્યોમાં તેને મોટી જીત પ્રાપ્ત કરવી પડશે. તેના માટે 130માંથી ઓછામાં ઓછી 50 ટકા એટલે કે 65 જેટલી બેઠકો જીતવી પડશે. પરંતુ દક્ષિણ ભારતના અલગ સમીકરણોને જોતા આ સરળ લાગતું નથી.

દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં કર્ણાટકમાં જ ભાજપને બઢત મળેલી હતી. યેદિયુરપ્પાના નેતૃત્વમાં કર્ણાટકમાં ભાજપે બે વાર સત્તા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ બાકીના ચાર રાજ્યોમાં ભાજપની પકડ બેહદ નબળી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુમાંથી એકપણ બેઠક પ્રાપ્ત થઈ ન હતી.

ગત વર્ષ ભાજપ પોતાના ગઢ કર્ણાટકમાં હારી અને તેલંગાણામાં તમામ કોશિશો છતાં મામૂલી ફાયદો થયો હતો. બીજી તરફ કોંગ્રેસે બંને રાજ્યોમાં વાપસી કરી. આ પણ યાદ રાખવું જોઈએ કે 1977માં કટોકટી બાદ થયેલી ચૂંટણીઓમાં કંઈક આવી જ સ્થિતિ હતી. ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ ઉત્તર ભારતમાં સાફ થઈ ગઈ હતી, પરંતુ દક્ષિણ ભારતમાં ત્યારે પણ તેને મોટી જીત પ્રાપ્ત થઈ હતી.

જો આજે કોંગ્રેસ સંદર્ભે કહેવામાં આવે છે કે તે સંકોચાઈને દક્ષિણની પાર્ટી બનીને રહી ગઈ છે, તો પીએમ મોદીના સાઉથ પર જોર આપવાનું એક કારણ આ પણ છે કે તે ખુદને અખિલ ભારતીય નેતા તરીકે સ્થાપિત કરવા માંગે છે. દક્ષિણમાં ભાજપને નોર્થની પાર્ટી જ કહેવામાં આવે છે. તાજેતરમાં તેને 8 અલગ-અલગ ભાષાઓમાં સોશયલ મીડિયા હેન્ડલ ઈસ્યુ કર્યા તે આ દિશામાં એક પગલું છે.

હિંદી ભાષી ક્ષેત્રોમાં તો મોદી મેજિક જોવા મળ્યો છે, પરંતુ વિંધ્ય ક્ષેત્રના દક્ષિણમાં તે જાદૂ જોવા મળ્યો નથી. આરતી જેરથે કહ્યું છે કે દક્ષિણને ફતેહ કર્યા વગર આધુનિક ભારતીય ઈતિહાસના પૃષ્ઠો પરથી નેહરુવાદી વારસાને મિટાવી શકાય નહીં. જો કે તેની પાછળ આર્થિક પ્રશ્ન પણ છે. જી હા, દક્ષિણ ભારત દેશનું વધુ સમૃદ્ધ અને શહેરી ક્ષેત્ર છે.જો કે ત્યાં દેશની માત્ર 20 ટકા વસ્તી જ વસવાટ કરે છે. ગત ત્રણ વર્ષોમાં ભારતમાં આવનારા વિદેશી રોકાણમાં તેનો 35 ટકા હિસ્સો રહ્યો છે.

રાજકીય બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે દક્ષિણમાં સ્ટાર્ટ અપ્સ, વિશાળ યુનિવર્સિટી પરિસર અને ચમકતા પ્લાન્ટ્સવાળું નવું ભારત આકાર લઈ રહ્યું છે. જો મોદી આગામી ત્રણ વર્ષોમાં ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી અને 2047માં તેને વિકસિત દેશોની યાદીમાં લાવવાના વાયદાને પૂર્ણ કરવા ચાહે છે, તો તેમણે દક્ષિણ ભારતમાં રાજકીય શક્તિ કાયમ કરવી પડશે.

ભારતની 46 ટકા જેટલી ઈલેક્ટ્રોનિક્સ નિકાસ દક્ષિણ ભારતથી થાય છે. 46 ટકા ટેક યૂનિકોર્ન પણ સાઉથમાં છે. આઈટી ઈન્ડસ્ટ્રીના 66 ટકા નિકાસ પાંચ દક્ષિણી રાજ્યોમાંથી થાય છે. ઓડિટર્સ, ડિઝાઈનર્સ, આર્કિટેક્ટ અને અન્ય પ્રોફેશનલ્સનો 79 ટકા હબ પણ દક્ષિણ ભારતમાં જ છે. જૉબ ગ્રોથ પણ દક્ષિણ ભારતમાં જ થઈ રહ્યો છે. તેવામાં સ્પષ્ટ છે કે ભાજપનો સાઉથ મિશનનો ઉદેશ્ય વ્યાપક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code