અમદાવાદઃ લોસભાની ચૂંટણી એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના વધુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. જ્યારે 5 સિટીંગ સાંસદોના પત્તા કાપ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. અને તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે. જસુ રાઠવાએ 11 મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતા.
લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં 26માંથી 22 સાંસદોના નામ જાહેર થઈ ગયા અને 4 બેઠકો પર કોંકડું ગૂચવાયું છે. હજુ પણ કેટલાક ઉમેદવારો રીપિટ ના થાય તેવી સંભાવના વચ્ચે ભાજપે 26માંથી 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પાસે હોવા છતાં ભાજપે કદાવર નેતાઓના પત્તા કાપી નવા ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓના માથે હવે 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે.
દિલ્હીથી ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. જ્યારે 5 સિટીંગ સાંસદોના પત્તા કાપ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નિમુબેન બાંભણીયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટા ઉદેપુરમાં જસુ રાઠવાને ટિકિટ અપાઇ છે. જસુ રાઠવાએ 11 મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતા.
ભાજપના પ્રદેશ કાર્યાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપીને તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલ સુરત શહેર ભાજપના મહામંત્રી છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં મુકેશ દલાલ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉપરાંત ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકામાં છે. જ્યારે વલસાડની બેઠક પર ધવલ પટેલની ટિકિટ આપવામાં આવી છે. ધવલ પટેલ વલસાડ જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે અને હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે.
ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સી.આર.પાટીલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, ભરૂચથી મનસુખ વસાવા, જામનગરથી પૂનમ માડમ, કચ્છથી વિનોદ ચાવડા, પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, અને બારડોલીથી પ્રભુ વસાવાને ફરી ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં અમદાવાદ વેસ્ટથી દિનેશ મકવાણા, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, પોરબંદરથી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા અને બનાસકાંઠાથી ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ અપાઇ હતી