- આજે પીએમ મોદી ગુજરાતમાં
- પીએમ મોદી આજે 4 રેલીઓ યોજશે
અમદાવાદઃ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર પ્રચારની મુહીમ ચલાવી રહી છે, બીજેપીના વરિષ્ઠ નેતાઓ ગૃમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા જેવા ચહેરાઓ અવાન નવાર ગુજરાતની જનતા વચ્ચે આવીને જાહેર સભાઓ સંબંઓધી રહ્યા છે જો કે આ સાથે જ નહત્વની વાત તો એ છે કે પ્રધાનમંત્રી મોદી પોતે પણ ચૂંટણીને લઈને રાજ્યની જનતા સાથે સતત જોડાયેલા જોવા મળી રહ્યા છે,જેને લઈને પીએમ મોદીની ગુજરાતની મુલાકાો વઘી છે
આજરોજ પણ રાજ્યમાં પીએમ મોદી 4 રેલીઓ યોજી રહ્યા છે. એટલે કે મોદીજી આજે ગુજરાતમાં 4 વિસ્તારમાં સભાને સંબોધિત કરશે. તેઓ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સભા યોજશે. પાલનપુર, મોડાસા, દેહગામ, બાવળામાં પીએમ મોદી જનસભા યોજશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.
વિતેલા દિવસને બુધવારના રોજ પણ પીએમ મોદીએ દાહોદની જનસભા સંબોધી હતી.વડાપ્રધાને ગુજરાતના દાહોદ જિલ્લામાં એક રેલીને સંબોધતા કહ્યું કે આદિવાસીઓ પાર્ટીના ભાઈ-બહેન છે. તેમણે કહ્યું કે આઝાદીમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું છે.
બીજી તરફ મંત્રી મનસુખ માંડવિયાનો કાર્યક્રમ પણ છે જેમાં તેઓ 4 સભાને સંબોધિત કરશે. તેઓ સવારે 10 વાગ્યે ટંકારા જશે બાદ 12.20 ગીર સોમનાથ જશે. તો ઉનામાં સાંજે 4.45 વાગ્યે સભાને સંબોધિત કરશે.
ત્સાંયાર બાદ તેઓ ફરી આજે સાંજે 6 વાગ્યે ભૂજમાં સભા કરતા જોવા મળશે. તો પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ- શો કરશે અને જનસભા યોજશે આ રીતે બીજેપીના મોટા ચહેરાઓ આજે ફરી ગુજરાતના જૂદા જૂદા વિસ્તારમાં જનતા વચ્ચે જોવા મળશે.