Site icon Revoi.in

દિલ્હીની સરકાર આપ પર બીજેપીનો વાર – બીજેપી એ દિલ્હીમાં હર ઘર સંપર્કયાત્રાની કરી શરુઆત

Social Share

દિલ્હી – દિલ્હીમાં  આપની સરકાર સત્તા પર છે ત્યારે બીજેપી એડી ચોટીનું જોર લગાવી રહી છે આવનારી  દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા, બીજેપીવ  પોતાની સત્તા બનાના સતત પ્રયત્નમાં આવી છે 

ચૂંટણી પહેલા જ બીજેપીએ વિતેલા દિવસને મંગળવારથી દિલ્હીમાં ‘હર ઘર સંપર્ક યાત્રા’ અભિયાન શરૂ કર્યું છે. પ્રથમ દિવસે, દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ બાદરપુરના મોલાદબંદ વિસ્તારની શેરીઓ અને બજારોમાં લોકો સાથે સંપર્ક કર્યો સાથે જ ઘરે-ઘરે જઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ અને લોક કલ્યાણના કાર્યો વિશે જણાવ્યું.

આ સાથે જ કેજરીવાલની આપ સરકાર પર વાર કરતા કહ્યું કે  આ સરકાર છેલ્લા આઠ વર્ષમાં એક પણ નવી શાળા, નવી કોલેજ, નવી હોસ્પિટલ ખોલી શકી નથી. દિલ્હીમાં નવી બસો ખરીદવામાં આવી નથી, દિલ્હીમાં દેશની સૌથી મોંઘી વીજળી મળે છે અને દિલ્હીના લોકો પાણીના ટીપાં માટે તરસી રહ્યા છે.આની સામે તેમણે કેન્દ્રના કાર્યોની વાત કહી હતી.

બીજેપી નેતાઓએ જનતાીને દિલ્હીના વિકાસ કાર્યો જણાવ્યા અને કહ્યું કે બદરપુરમાં 885 એકર જમીન પર દુનિયાનો સૌથી મોટો ઈકો પાર્ક બનવા જઈ રહ્યો છે, જે દિલ્હીની લાઈફલાઈન બનશે. તાજેતરમાં ડીટીસીના કાફલામાં સમાવિષ્ટ ઇલેક્ટ્રિક બસો પણ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીને આપવામાં આવી છે. 

આ સાથે જ તેઓએ નેશનલ વોર મેમોરિયલનું નિર્માણ કરીને જવાનોની જૂની માંગ પૂરી કરવામાં આવી છે. દિલ્હીના 72 લાખ લોકોને મફત રાશન, અનધિકૃત કોલોનીના લોકોને માલિકી હક્ક અને 50 હજાર દુકાનો ફ્રી હોલ્ડિંગ જેવી કલ્યાણકારી યોજનાઓ આપવામાં આવી છે.આ સાથે જ કોરોના કાળમાંમ કેન્દ્ર સરકારે કરેલા કાર્યો પણ ગણાવ્યા હતા