1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભામાં ભાજપની જીત, જાણો આ વખતે શું હતો સૌરાષ્ટ્રનો મીજાજ
ગુજરાત વિધાનસભામાં ભાજપની જીત, જાણો આ વખતે શું હતો સૌરાષ્ટ્રનો મીજાજ

ગુજરાત વિધાનસભામાં ભાજપની જીત, જાણો આ વખતે શું હતો સૌરાષ્ટ્રનો મીજાજ

0
Social Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ લગભગ હવે નક્કી જેવું થઈ ગયું છે.ભાજપની ગુજરાતમાં જીત જોઈને વિપક્ષમાં માતમનો માહોલ છવાઈ ગયો છે તો ભાજપ કાર્યાલયમાં તથા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આવામાં આ વખતે સૌરાષ્ટ્રમાં પણ રાજકીય બદલાવ જોવા મળ્યો છે. જાણકારી અનુસાર રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ (23534 મત), રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહ ( 105975 મત), રાજકોટ દક્ષિણથી રમેશભાઈ ટીલાણા (78764 મત), અને રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુબેન બાબરીયાએ (49659 મત) બાજી મારી છે.

જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલની જીત થઈ છે, તો અન્ય તરફ પોરબંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાની જીત થઈ છે. અમરેલી બેઠક ઉપર પરેશ ધાનાણી, ધોરાજી બેઠક ઉપર લલિત વસોયા, ઊના બેઠક પરથી પૂંજા વંશ, પડધરી-ટંકારા બેઠક ઉપર લલિત કગથરાની હાર થઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી સહિતની બેઠકો એવી છે જ્યાં 2017માં ભાજપની માંડ માંડ એન્ટ્રી થઈ શકી હતી ત્યાં અત્યારે ભાજપ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

અમરેલી, ધોરાજી, ઉના, પડધરી-ટંકારા સહિતની બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ખાસ્સો ફરક પડ્યો છે અને કોંગ્રેસના ગઢ તૂટવામાં આપનો સિંહફાળો દેખાઈ રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા તો કોંગ્રેસના ઉમેદવારો ત્રીજા ક્રમે ધકેલાઈ ગયા છે. આ સ્થિતિ જોતાં લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે હવેની ગુજરાતની તમામ ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. હવે જોવાનું એ રહ્યું કે પરિણામના અંતે કોંગ્રેસના ફાળે કેટલી બેઠક આવે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેટલી બેઠક જીતી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code