કાળી દ્રાક્ષ ચહેરા માટે વરદાન, જાણો તેનો ઉપયોગ
જો તમે પણ ચહેરા પરના પિંપલ્સ અને દાઘ-ધબ્બાથી પરેશાન છો, તો કાળા કિસમિસનો ઉપયોગ કરી શકો છો. તે સ્વાદિષ્ટ હોવા સાથે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
ચહેરાને સુંદર બનાવવા માટે છોકરો હોય કે છોકરી બંન્ને ખૂબ પ્રયત્નો કરે છે, પણ તમે આ નાની વસ્તુંનો ઉપયોગ કરી શકો છો.
કાળા કિસમિસ સ્વાદિષ્ટ હોવા સાથે ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમા હાજર એન્ટીઓક્સીડેન્ટ ચહેરાને ચમકદાર બનાવે છે.
કાળા કિસમિસને રાતે પલાળી રાખી સવારે પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 15થી 20 મિનિટ માટે ચહેરા પર લગાવો પછી પાણીથી ધોઈ લો.
તમે કાળા કિસમિસને પીસી તેમા દહીં મિક્ષ કરી પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર લગાવો, પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
આ સિવાય તમે કાળા કિસમિસને પીસીને મધ અને ખાંડ મિલાવીને સ્ક્રબ તૈયાર કરી શકો છો. તેને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો, પછી હળવા હાથે મસાજ કરો.
કાળા કિસમિસનો ઉપયોગ ત્વચા હાઈડ્રેડ રાખે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. પિંપલ્સને સાફ કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.