અનેક રોગોના ઈલાજમાં ‘કાળા મરી’ છે ગુણકારીઃ- જાણો તેના અનેક ઉપયોગથી થતા ફાયદાઓ
- કાળા મરી પેટની સમસ્યાઓને દૂર કરે છે
- ગળા માટે પણ મરીનો પાવડર ગુણકારી છે
રોજબરોજની લાઈફમાં આપણે કંઈ કેટલી વખત બહારનું જમવાનું આરોગતા હોઈએ છીએ,ત્યારે ગેસ અપચો જેવી અનેક ફરીયાદ રહે છે, ન ફાવતું જ્યારે ખાવામાં આવી ગયું હોય ત્યારે પણ પેટમાં દુખાવાની ફરીયાદ થતી હોય છે,આવી સ્થિતિમાં કાળા મરીને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.આજની ફઆસ્ટ લાઈફમાં આપણે પોતેજ આપણા શરીરની કાળજી લેવી જોઈએ, અ યોગ્ય આહારથી બચવું જોઈએ.
જાણો ગુણકારી કાળા મરીના અનેક ફાયદાઓ
- કાળા મરી એક એવો મસાલો છે કે જેનો રોજ આપણે છાસથી લઈને ચાટ મસાલાના મિશ્રણમાં તેનો ઉપયોગ કરીએ છે કારણ કે તેનાથી અનેક રીતે શરીરને ફાયદો થાય છે,
- વાયું વાળી વસ્તુમાં મરીનો પાવડર એડ કરવાથી ગેસ થતો નથી.
- આ સાથે જ જ્યારે ખાસી આવતી હોય ત્યારે પણ અડધી ચમચી કાળા મરીના પાવડરમાં અડધી ચનતી મધ નાખીને સેવન કરવાથી ખાસીમાં રાહત મળે છે
- આ સાથે જ ગેસની સમસ્યા હોય તો ૧ કપ પાણીમાં લીંબુનો રસ નીચવીને તેમાં અડધી ચમતી મરીનો પાવડર નાખીને પીવાથી ગેસમાં તરત જ રાહત મળે છે, અને ગેસ ઓડકાર વટે બહાર નીકળે છે.
- ગળું બેસી જવાની સમસ્યા ઉદભવે તો કાળામરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી ઘણી રાહત મળે છે
- પેટ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિકસ કરીને તેનું સેવન કરવાથી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે
- કાળા મરીને પીસીને એનો પાવડર બનાવી લો ત્યાર બાદ તેને દેશી ગાયના ઘી સાથે મિક્સ કરી તેનું નિયમિત કરવાથી આંખો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે
tags:
black pepper