Site icon Revoi.in

અજીત પવારના અમીર સગા સંબંધીઓ પાસેથી 184 કરોડનું બ્લેકમની પકડાયું

Social Share

મુંબઈ :મહારાષ્ટ્રના મુંબઈમાં આવક વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ પર રેડ કરવામાં આવી,આ રેડ મુંબઇના બે રિયલ એસ્ટેટ બિઝનેસ ગ્રુપ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના કેટલાક સગા સંબધીઓને ત્યાં કરવામાં આવી જ્યાં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને 184 કરોડ રૂપિયાની બેનામી આવક મળી. આ જાણકારી સૂત્રો દ્વારા આપવામાં આવી. આવકવેરા વિભાગના ઉચ્ચ નિર્ણયો લેતી સંસ્થા સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,આવકવેરા વિભાગે મુંબઇ, પુણે, બારામતી, ગોવા અને જયપુરમાં 70 સ્થળોએ દરોડા પાડયા હતાં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે દરોડા દરમિયાન આવકવેરા વિભાગે બિનહિસાબી અને બેનામી વ્યવહારો અંગેના પુરાવા મળી આવ્યા છે. આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા આ બિઝનેસ ગ્રુપના નામ આપ્યા વગર જણાવ્યું છે કે દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પરથી પુરવાર થાય છે કે આ ગુ્રપ દ્વારા 184 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મેળવી છે. દરોડા દરમિયાન 2.13 કરોડ રૂપિયાની રોકડ અને 4.32 કરોડ રૂપિયાના ઘરેણા પણ મળી આવ્યા છે.

બોગસ શેર પ્રિમિયમ, શંકાસ્પદ અનસિક્યોર્ડ લોન દ્વારા આ બિનહિસાબી આવક મેળવવામાં આવી હતી.આ બિનહિસાબી આવકનો ઉપયોગ મુંબઇના પ્રાઇમ લોકેશનમાં ઓફિસ, દિલ્હીના પોશ વિસ્તારમાં ફલેટ, મહારાષ્ટ્રમાં ખેતીની જમીન અને સુગર મિલમાં રોકાણમાં કરવામાં આવ્યો હતો.

પવારે મીડિયાને જણાવ્યું હતું કે જે દિવસે આ ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા તે જ દિવસે તેમની ત્રણ બહેનોને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડયાં હતાં. ત્રણમાંથી એક બહેન મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લા અને બે બહેન પૂર્ણે જિલ્લામાં રહે છે.