વડોદરામાં અંધારપટઃ બાકી વીજ બિલ મામલે નવ ઝોનમાં અંધારપટ છવાયો
અમદાવાદઃ વડોદરાના ડભોઈમાં નગરપાલિકાની બેદરકારીને કારણે નગરમાં અંધારપટ છવાયો છે. જેના પિરણામે નગરજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો છે. વીજ વિભાગ દ્વારા બાકી બિલ મામલે કાર્યવાહી કરીને સ્ટ્રીય લાઈટનું કનેક્શન કાપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં પણ લગભગ 9 ઝોનમાં વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ નગરપાલિકાનું રૂ. 24 લાખનું બિલ કારી હતી. જેના કારણે વીજ કંપનીએ નગરપાલિકાને બાકી બિલ ભરવા માટે નોટીસ પાઠવી હતી. તેમ છતા બિલની રકમ ભરપાઈ ન કરતા વીજકંપનીએ કાર્યવાહી હાથ ધરી હતી. વકીલ બંગ્લો અને ડભોઈ પોલીસ વિસ્તારનુ કનેક્શન પણ કાપવામાં આવ્યુ છે. વડોદરા શહેરમાં પણ બાકી વિજ બીલ ભરયાઈ ના કરવામાં આવતા અત્યાર સુધીમાં 9 ઝોનમાં વીજ વિભાગે કનેક્શન કાપી નાખ્યું હતું. વહીવટી તંત્ર બાકી લાઈટ ભરપાઈ નહીં કરવામાં આવતા વિજકંપનીએ સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યાં હતા. વિવિધ વિસ્તારમાં અંધારપટ છવાતા રાત્રિના સમયે વાહન લઈને મુસાફરી કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી વહીવટી તંત્ર દ્વારા ઝડપથી બાકી વીજ બિલ ભરપાઈ કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માટે માંગણી કરી હતી.