નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં ગેરકાયદેસર તેલ રિફાઇનરીમાં વિસ્ફોટની ઘટનામાં100 થી વધુના મોત
- નાઈજીરિયાના દક્ષિણપૂર્વ પ્રદેશમાં તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ –
- આ ઘટનામાં 100થી વધુના મોત
દિલ્હીઃ-નાઇજીરીયામાં ગેરકાયદેસર રિફાઇનરીઓ સામાન્ય બાબત છે જ્યાં બિઝનેસ ઓપરેટરો વારંવાર અધિકારીઓની નજરથી દૂર દૂરના વિસ્તારોમાં રિફાઇનરીઓ સ્થાપીને નિયમો અને કરને ટાળે છે. આફ્રિકામાં નાઈજીરિયા ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ઉત્પાદક છે,જો ળશુક્કેરવારની રાતે આવી એક ગેરકાયદેસર તેલની કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં ઘણા લોકોના મોત થયા હોવાની માહિતી છે.
પ્દરાપ્ક્ષિત જાણકારી પ્રમાણે આ ઘટના દક્ષિણપૂર્વ નાઇજીરીયામાં ગેરકાયદેસર ઓઇલ રિફાઇનરી પરિસરમાં બની હતી,.અહી મોટો વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને ઈમો રાજ્યના અધિકારીઓ અને પોલીસે આ માહિતી આપી છે.આ સાથે જ લાગોસ સ્થિત ‘પંચ’ સમાચાર પત્ર પ્રમાણે મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે ,કારણ કે બ્લાસ્ટને કારણે લાગેલી આગ આસપાસની ઈમારતોમાં ફેલાઈ ગઈ છે.
ઇમો સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર ડેક્લાન એમેલુમ્બાએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લાગેલી આગ ઝડપથી બે ગેરકાયદેસર ઇંધણ સ્ટોર્સમાં ફેલાઇ હતી. વિસ્ફોટનું કારણ અને મૃતકોની ચોક્કસ સંખ્યાની તપાસ થી રહી છે. વિસ્ફોટથી થયેલી જાનહાનિ, ઇજાઓ અને નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે.
ઇમો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તા મે જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા, જે તમામે તમામ ગેરકાયદેસર ઓપરેટરો હતા. એક અધિકારીએ જણાવ્યું કે Imo રાજ્ય સરકાર રિફાઇનરીના માલિકની પણ શોધ કરી રહી છે જ્યાં વિસ્ફોટ થયો હતો અને તેને વોન્ટેડ વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો છે.