મુંબઈમાં ભારતીય નોસેનાના યુદ્ધ જહાજ INS રણવીરમાં બ્લાસ્ટની ઘટના- 3 જવાનના મોત,અનેક ઘાયલ
- મુંબઈ આઈએનએસ રણવીર જહાજમાં થયો બ્લાસ્ટ
- સેનાના 3 જવાનો શહીદ
મુંબઈઃ- વિતેલી રાતે મંગળવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ઈન્ડિયન નેવલ વોરશિપ રણવીર પર બ્લાસ્ટની ઘટના બની હતી ,આ વિસ્ફોટમાં ત્રણ નોસેનાના કર્મચારીઓના મોત થયા હતા. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ નેવલ ડોકયાર્ડમાં એક દુખદ ઘટનામાં, INS રણવીરની આંતરિક ચેમ્બરમાં વિસ્ફોટ થયો હતો, જે ઘટનામાં ત્રણ નેવી કર્મચારીઓના મોત થયા હતા.”
આ સાથે જ નિવેજનમાં ત કહેવામાં આવ્યું છે કે જહાજના ક્રૂએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લાવી દીધી. નિવેદનમાં જણાવાયું છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.
સનૌસેના તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “INS રણવીર નવેમ્બર 2021 થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ મિશન તૈનાત પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પાછું ફરવાનું હતું,”. નેવીએ કહ્યું કે ઘટનાના કારણની તપાસ કરવા માટે ‘બોર્ડ ઓફ ઈન્ક્વાયરી’ને આદેશ આપવામાં આવ્યો છે