નાગપુરઃ નાસિક આર્ટિલરી સેન્ટરમાં એક દુઃખદ ઘટનામાં નિયમિત તાલીસ સત્ર દરમિયાન થયેલા બ્લાસ્ટમાં બે અગ્નિવીરના નિધન થયાં હતા. આ દૂર્ઘટના લાઈવ-ફાયર આર્ટીલરી અભ્યાસ દરમિયાન બની હતી. સૈનિક તોપખાનાથી ફાયરિંગના અભ્યાસ દરમિયાન આ વિસ્ફોટ થયાં હતા. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યાં હતા પરંતુ ગંભીર ઈજાને કારણે તેમને બચાવી શકાયા ન હતા. આ બનાવને પગલે તોપખાના કેન્દ્રમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
અગ્નિવીરોને નાસિકના આર્ટિલરી સેન્ટરમાં તાલીમ આપવમાં આવી રહી હતી. આ દરમિયાન અગ્નિવીર જવાન આર્ટિલરી સેન્ટરમાં અભ્યાસ કરતા હતા. તાલીમ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. એનસીપી નેતા સુપ્રિયા સુલેએ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું હતું કે, નાસિકના એક તોપખાના કેન્દ્રમાં તાલીમ દરમિયાન એક વિસ્ફોટ થયો હતો જેમાં બે અગ્નિવીરના નિધન થયાં છે. આ દુઃખદ ઘટના છે. આ બંને જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી, અમે તમામ બંને અગ્નિવીરના પરિવાર સાથે દુઃખમાં સામેલ છીએ. રક્ષા મંત્રાલયએ બંને જવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેમના પરિવારને જરુરી લાભ આપવા જોઈએ.