- અફ્ઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો
- આતંકવાદીએ કર્યો બ્લાસ્ટ
- 6 લોકોના મોત થયા હોવાની સંભાવના
દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનને સત્તાને હાથમાં લીધી છે ત્યારથી લઈને અફ્ઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે. સતત બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બનતી રહે છે એવામાં વધુ એક ધટના બની છે જેમાં 6 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
તાલિબાન દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે પણ તેમની ઓળખ કરવામાં આવી નથી, સાથે 7 લોકો વધારે ઈજાગ્રસ્ત પણ થયા છે. આ ઘટનાની કોઈ સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી. આ હુમલામાં શિયા પ્રજાને નિશાન બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,અમેરિકાના સૈન્યના પરત ફર્યા બાદ અફ્ઘાનિસ્તાનમાં હવે આઈએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. નામ જાહેર ન કરવાની શરત પર કેટલાક અધિકારીઓએ કહ્યું કે આ હૂમલો આઈએસ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ પ્રકારના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે તે વાત પણ નોંધવી જોઈએ કે હજુ પણ આ હૂમલા બાબતે તાલિબાન દ્વારા કોઈ ખાસ પ્રતિક્રિયા કે જાણકારી આપવામાં આવી નથી.
અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા બનાવવામાં આવેલા પોતાના કડક કાયદા અને નિયમોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને કોઈ પ્રકારની મદદ મળી રહી નથી. તાલિબાન દ્વારા મહિલાઓને કેટલાક હકને છીનવી લેવામાં આવ્યા છે અને તેમની સ્વતંત્રતાને પણ છીનવી લેવામાં આવી છે.