Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પાસે બ્લાસ્ટ, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની નહી

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર એરપોર્ટમાં એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. શંકાસ્પદ રીતે થયેલા આ બ્લાસ્ટ બાદ એન્ટી બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તથા ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. જેનો અવાજ સાંભળનારાઓમાં ભય વ્યાપી ગયો હતો. બ્લાસ્ટમાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી.

હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બ્લાસ્ટ થવા પાછળનુ કારણ શું છે. આ ઘટનાને કોઈ ષડયંત્ર હોય તેવી નજરથી પણ તપાસ કરવામાં આવી શકે તેમ છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી પ્રવૃતિઓ વધી હોય તેમ લાગી રહ્યું છે. સેના પર પણ હમણા જ ગ્રેનેડથી હૂમલો કરવામાં આવ્યો હતો જેમાં સદનસીબે સેનાનો કોઈ જવાન ઈજાગ્રસ્ત થયો નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર તેમાં 3 નાગરિકો ઘાયલ થયા હતા.

આ મુદ્દે પણ હાલમાં ત્યાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અને આતંકવાદીને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી પ્રવૃતિને રોકવા માટે ભારતીય સેના દ્વારા અત્યાર સુધીમાં તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે પરંતુ હવે વધારે કડક પગલા લેવામાં પણ આવી શકે તેમ છે.