દિલ્હીઃ માઈનીંગ એક એવુ કામ છે જ્યાં મહિલા કર્મચારીઓની સંખ્યા ખુબ ઓછી હોય છે. સામાન્ય રીતે ખનનની કામગીરીમાં પુરુષનું પ્રભુત્વ છે. જો કે, હવે દરેક વ્યવસાયમાં મહિલાઓ આગળ વધી રહી છે. એક ખાણ એવી છે જ્યાં બ્લાસ્ટિંગ જેવા સંવેદનશીલ જેવી કામગીરીની જવાબદારીઓ મહિલા સંભાળી રહી છે. બ્લાસ્ટીકની ટીમ પુરી મહિલાઓની છે. આ મહત્વપૂર્ણ ફેરફાર છે. તાજેતરમાં જ મહાનદી કોલફિલ્ડ લીમીટેડના પ્રવાસ દરમિયાન કોલસા મંત્રી પ્રલ્હાદા જોશીએ બલરામપુર પ્રોજેક્ટમાં બ્લાસ્ટીંની મહિલા ટીમની પ્રશંસા કરીને સન્માનિત કરી હતી.
બલરામપુર પ્રોજેક્ટ મહાનદી કોલ્ડફિલ્મનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. જેની ક્ષમતા આઠ મિલિયન ટન છે. એટલે કોલસા ઉત્પાદન કરતા આ પ્રોજેક્ટમાં દરરોજ બ્લાસ્ટિંગની જરૂર પડે છે. બ્લાસ્ટીંગ ખતરાથી ભરેલું કામ છે અને પૂર્ણ પ્રશિક્ષિત મેનપાવર આ કામગીરીમાં જોતરવામાં આવે છે. મહિલા ક્રુ મેમ્બરની સાથે તેમની તસ્વીર ટ્વીટ કરીને ખનન પ્રવૃતિમાં રોકાયેલી મહિલા સશક્તિકરણની પ્રશંસા કરી હતી.