- અમેરિકામાં બરફ તોફાનનો કહેર
- લોકોને ઘરની બહાર ન નીળવાની સહાલ અપાઈ
વોશિંગટન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ તો હાહાકાર મચાવ્યો જ હતો ત્યાર બાદ અનેક દેશમાં નાની મોટી આફતો મંડળાઈ જ રહી છે, પહેલા ભારતમાં ગ્લેશિયર પીગળવાની ધટના બની ત્યાર બાદ હવે અમેરિકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શિયાળો આવતા જ આ વિસ્તારમાં બરફનો પ્રકોપ વર્તાઈ છે, હાલ અહીના 20 કરોડ લોકો પર બરફના તોફાનની આફત મંડળાઈ રહી છે,આ મુસીબતને લઈને અનેક વિસ્તારોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ સાથે જ દરેક લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ સૂચનો આપવામાં આવ્યા છે.
અમેરિકામાં બરફ તોફાનને લગતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ઓક્લાહોમામાં જ વિવિધ અકસ્માતોમાં 15 લોકોના મોત થયા છે તો 150 થી પણ વઘુ લોકોના ઘાયલ થવાના સમાચાર મળી આવ્યા છે.અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 50 ઇંચ જેટલો બરફ પડેલો જોવા મળે છે.
અમેરિકામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે,ત્યારે બરફ તૂફાનના કારણે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે જેની માઠી અસર રસીકરણ પણ થયેલી જોવા મળી રહી છે,રસીકરણ માટેના કેન્દ્રો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે,આ સાથે જ મિસ્સોરીમાં એક અઠવાડિયા સુધી પ્રતિબંદ મૂકવામાં આવ્યો છે.
યૂએસ સ્થિત અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેની અસર હાઇવે અને એરપોર્ટ પર જોવા મળી છે, અમેરિકામાં રસીકરણની પ્રક્રિયા ધીમી ગતીએ ચાલી રહી છે એવામાં આ વાવાઝોડાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થયેલી જોવા મળી રહી છે.આ મામલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ એક બેઠક બોલાવી જે પણ રાજ્યોમાં સૌથી વધુ અસર છે ત્યાં ઇમર્જન્સી ટીમ તૈનાત કરવાના આદેશ જારી કર્યા છે.
સાહિન-