- ચીનના સૈનિકને ગલવાન ઘાટીમાં ફોટો પડાવવું મોઁઘુ પડ્યું
- બ્લોગરને 7 મહિનાની જેલની સજા ફટકારાઈ
દિલ્હીઃ- ભારતીય સૈનિકો સાથે ગાલવાન ઘાટીમાં સરહદ પર અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની કબરની બાજુમાં પોઝ આપીને ફોટો પાડવું એક ટ્રાવેલ બ્લોગરને ભારે પડ્યું છે,આ ફઓટો પાડવા માચે તેને સાત મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીનની અદાલતે તેને શહીદોનું અપમાન ગણાવ્યું હતું. હવે, ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશમાં પિશાન કાઉન્ટીની સ્થાનિક અદાલતે પણ તેને 10 દિવસની અંદર મીડિયા દ્વારા જાહેરમાં માફી માંગવાનો આદેશ આપ્યો છે.
બ્લોગર, લી ક્વિઝિયન 15 જુલાઈના રોજ કારાકોરમ પર્વતમાળામાં કાંગવક્ષી શહીદ કબ્રસ્તાનની મુલાકાત લીધી. તેણે પ્રથમ કબ્રસ્તાનનું નામ ધરાવતા પથ્થરના પાયા પર પગ મૂક્યો. ચિત્રમાં, તે કબ્રસ્તાનને ચિહ્નિત કરતા સ્મારક પાસે ઉભો જોવા મળે છે.
સ્થાનુક તપાસનમાં જાણવા મળ્યું છે કે તેમણે ચેન જીયાનગ્રોંગની કબ્રની બાજૂમાં પોઝ આપ્યો હતો.તેમણે ગલવાન ઘાટી સરહદના સંઘર્ષ દરમિયાન ચહેરા પર સ્મિત સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ સાથે જ તે જ દિવસે, લીએ તેના વીચેટ પર લગભગ 5,000 ઓનલાઈન મિત્રો સાથે ફોટા શેર કર્યા. તેના ઘણા મિત્રોએ ધ્યાન દોર્યું કે તે ચિત્રો દેશના હિરો અને શહીદો માટે કોઈ સન્માન દર્શાવતા નથી. ત્યારબાદ તેણે ફોચો ખસેડી લીધા હતા. પાછળથી તેઓ વધુ ધ્યાન આકર્ષિત કરવા માટે તુતિયાઓ સમાચાર પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. શહીદો માટે આદર ન દર્શાવવા બદલ ચીની નેટીઝન્સ દ્વારા ફોટાના સેટની ભારે ટીકા કરવામાં આવી છે.
આવા અયોગ્ય વર્તને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું અને સ્થાનિક પોલીસે 22 જુલાઈના રોજ આ મામલે તપાસ શરૂ કરી. પિશાન કાઉન્ટીમાં સ્થાનિક લોકોના પ્રોક્યુરેટોરેટે કાયદા અનુસાર આ બાબતની તપાસ કરી હતી.સ્થાનિક ફરિયાદીએ 30 સપ્ટેમ્બરના રોજ લી વિરુદ્ધ જાહેર ફરિયાદ દાખલ કરી હતી અને ટ્રાયલ દરમિયાન, શંકાસ્પદ વ્યક્તિએ મૂળ કબૂલાતને ઉલટાવી હતી અને દોષી કબૂલવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેને સાત મહિનાની જેલની સજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોર્ટે કેસની સુનાવણી શરૂ કર્યા બાદ ફરિયાદ પક્ષ તરફથી સજાની ભલામણ સ્વીકારી હતી.