Site icon Revoi.in

BMCએ લોખંડવાલાનું જંકશનનું નામ “શ્રીદેવી ચોક” રાખ્યું

Social Share

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે, BMCએ મુંબઈના લોખંડવાલાના જંકશનને ‘શ્રીદેવી ચોક’ નામ આપ્યું છે. શ્રીદેવી આ રોડ પર ગ્રીન એકર્સ ટાવરમાં રહેતી હતી. શ્રીદેવીની અંતિમ યાત્રા પણ આ રસ્તા પરથી પસાર થઈ હતી, તેથી નગરપાલિકા અને સ્થાનિક લોકોની વિનંતી પર, તેમના માનમાં ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે.

24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું અણધાર્યું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ માટે મોટો આઘાત હતો. તેમના મૃત્યુ પછી પણ, તેમનો વારસો તેમના ચાહકોના જીવનમાં રહે અને તેમની યાદોને શ્રદ્ધાંજલિના રૂપમાં જીવંત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે

શ્રીદેવીનું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે બહુ મોટું યોગદાન છે. ઘણા દાયકા સુધી અભિનેત્રીનો ઝલવો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રહ્યો છે. પોતાની કારકિર્દી દરમિયાન શ્રીદેવીએ ‘ચાંદની’ અને ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના અભિનયથી માત્ર અસંખ્ય પ્રશંસા જ નહીં પરંતુ વિશ્વભરના લાખો લોકોના દિલ પણ જીત્યા હતા . શ્રીદેવીનું અવસાન તેમના પરિવાર અને ચાહકો માટે નોંધપાત્ર નુકસાન હતું, પરંતુ તેમનું કાર્ય અને તેમણે બનાવેલી યાદો આજે પણ જીવંત છે.