1. Home
  2. ગુજરાતી
  3. આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે BMS મોબાઈલ એપ કાર્યરત
આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે BMS મોબાઈલ એપ કાર્યરત

આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે BMS મોબાઈલ એપ કાર્યરત

0
Social Share

અમદાવાદ: બાળકો અને માતાઓને ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ આહાર આપી તેમનો સર્વાંગી વિકાસ કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. જેના પરિણામે આઇ.સી.ડી.એસ. યોજના અંતર્ગત કોમન બેનીફિશીયરી મેનેજમેન્ટ સિસ્ટમ (બી.એમ.સી.) મોબાઈલ એપ બનાવવામાં આવી છે.

આ એપના માધ્યમથી આંગણવાડી કક્ષાએ ઉદભવતી સમસ્યાઓ-પ્રશ્નો જેવા કે, આંગણવાડીની મરામત કે બાંધકામ, માનદવેતન, ગ્રાન્ટના પ્રશ્નો, અનાજ જેવી અન્ય જરૂરી સામગ્રી સમયસર ના પહોંચવી, જેવી બાબતોનો ઝડપી ઉકેલ લાવી શકાશે.

આ એપમાં ટેક હોમ રાશન, હોટ કૂક મીલ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ અન્ય પૂરક પોષણને લગતી યોજનાઓ માટે લાભાર્થીઓનાં રજીસ્ટ્રેશન, ઓથેન્ટીકેશન તેમજ વિવિધ સેવાકીય લાભોનાં વિતરણ તેમજ લાસ્ટ માઇલ ટ્રેકિંગ કરવાની સુવિધા પણ વિકસાવવામાં આવી છે.

BMS એપ્લિકેશનમાં આઇ.સી.ડી.એસ.ની તમામ યોજનાઓનો લાભ મેળવવા આંગણવાડી કાર્યકર દ્વારા ફક્ત એક જ વખત લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેથી વારંવાર રજીસ્ટ્રેશન કરવું નહીં પડે.

આ એપની એક ખાસીયત તે પણ છે કે, તેમાં આંગણવાડી વિસ્તારના લાભાર્થીઓને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આપવા માટે આંગણવાડી કાર્યકર લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરશે ત્યારબાદ તેમની સ્ક્રીન પર જ જે – તે લાભાર્થીને લાગુ પડતી યોજનાઓની વિગતો દર્શાવવામાં આવશે અને લાભાર્થી કઇ કઇ સેવાઓનો લાભ લેવા માંગે છે તેની અનુમતિ લાભાર્થી પાસેથી મેળવવામાં આવશે.

આ ઉપરાંત લાભાર્થીઓનું ડુપ્લિકેશન ના થાય તે માટે આ એપ્લિકેશનને આરોગ્ય વિભાગનાં ટેકો આઈડી તેમજ ભારત સરકારની ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન સાથે જોડવામાં આવનાર છે. આઇ.સી.ડી.એસ. યોજનાનો લાભ દરેક લાભાર્થીને સરળતાથી મળી રહે તેવા ઉમદા આશયથી ભવિષ્યમાં આ એપને આધાર સાથે પણ લિંક કરવામાં આવશે.

#NutritionForAll #ChildDevelopment #MothersAndChildren #ICDSBenefits #DigitalHealthcare #GovernmentInitiatives #AnganwadiSupport #FoodSecurity #MobileAppSolutions #CommunityDevelopment

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code