- ગુજરાતી ભાષામાં લાગ્યા પાકિસ્તાનમાં બોર્ડ
- દુકાનોના બોર્ડ ગુજરાતી ભાષામાં
- જાણો શું છે કારણ?
ગુજરાતીઓ જ્યાં હોય અને ગુજરાતી ભાષા જ્યાં બોલાતી હોય તે સ્થળની તો વાત જ અલગ હોય, અને એ સમયે તો વધારે ખુશી મળે જ્યારે આપણી ગુજરાતી ભાષા વિદેશોમાં બોલાતી હોય. પણ આ વખતે કાંઈક અલગ થયું છે કારણ કે આ વખતે ગુજરાતી ભાષા પાકિસ્તાનમાં સાંભળવા અને જોવા મળી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં વર્ષોથી માદરી જૂબાનના અસ્તિત્વ માટે આંદોલન ચાલી રહ્યુ છે. જેની ફળશ્રતિને પરિમાણે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી શહેરની અનેક દુકાનો, હોટેલો અને ઈલેક્ટ્રોનિક સ્ટોર જેવા અનેક વ્યપારીક એકમોથી લઈને વિભાજન બાદ અહીંથી હિજરત કરનારા મુસ્લિમ જમાતોના સામાજીક સંસ્થાનોના બોર્ડ- બેનર્સ ફરી ગુજરાતી ભાષામાં દેખાઈ રહ્યા છે.
ભારત બહાર અમેરિકા, યુ.કે., પછી સૌથી વધુ ગુજરાતી બોલાનારા પાડોશી દેશમાં માતૃભાષાને બચાવવા, ‘ગુજરાતી બચાવો તહેરિક’ના છત્ર આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં હિન્દૂ, પારસી, વોરા, ખોજા, ઈસ્માઈલી, મેમણ, કચ્છી, ઘાંચી સહિતની જમાતો એટલે કે સમાજોના આગેવાનો સક્રિય છે.
સિંધમાં માદરી જૂબાનના અસ્તિત્વ માટે જબરજસ્ત સંઘર્ષ પાકિસ્તાનમાં વસ્તી ગણતરી કરતા નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી- NDRAએ વર્ષ 2017માં માતૃભાષાના ભાષાકીય કોલમમાંથી ‘ગુજરાતી’નું કોલમ હટાવી દિધા બાદ પાંચ વર્ષથી કરાંચી અને સિંધમાં માદરી જૂબાનના અસ્તિત્વ માટે જબરજસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે.
વેપારીઓએ પોતાની દુકાનોના બોર્ડ ગુજરાતીમાં લગાવ્યા બીજી તરફ વેપારીઓએ પોતાની દુકાનોના બોર્ડ ગુજરાતીમાં લગાવ્યા છે. તમને તાજ્જુબ થશે કે અહીના 21 લાખથી વધુ મુસ્લિમોના ઘરની સવાર ગુજરાતી ઉચ્ચારણો સાથે જ ઉઘડે છે. એક સમયે કરાંચીમાં વેપારની ભાષા ગુજરાતી હતી અને તેને પુનઃસ્થાપિત કરવા આગળ વધી રહ્યા છીએ.