બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડુબી, 10 વિદ્યાર્થીઓ ગુમ
- વિદ્યાર્થીઓ સ્કુલ થતા હતા ત્યારે સર્જાઈ દુર્ઘટના
- 20થી વધારે વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કઢાયાં
- આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ શરૂ કરાઈ
પટનાઃ બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં વિદ્યાર્થીઓને ભરીને જતી બોટ ડુબી ગઈ હતી. આ હોડીમાં 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થઈ ગુયું છે, આ દૂર્ઘટનાને પગલે આસપાસના લોકો પણ બાગમતી નદીના કિનારે ઉમટી પડ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી, તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી 20થી વધારે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 10 જેટલા વિદ્યાર્થીઓ ગુમ છે તેમની શોધખોળ ચાલી રહી છે. આ દૂર્ઘટના બાગમતી નદી પર બનેલા મધુરપટ્ટી ઘાટ નજીક બની હતી.
સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ડીએમને આ બનાવની તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. પીડિત પરિવારને યોગ્ય વળતર આપવાની પણ જાહેરાત કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, હોડીમાં બાળકો સહિત કેટલા લોકો સવાર હતા તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. તેમજ દુર્ઘટના કેમ સર્જાઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હોડીમાં 30થી વધારે બાળકો સવાર થઈને ગાયઘાટ પ્રખંડથી બલૌર હાઈસ્કૂલ જઈ રહ્યાં હતા. હોડીમાં બાળકો અને મહિલાઓ સવાર હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી ગુમ બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.