Site icon Revoi.in

ગ્રીસમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 4નાં મોત અને 26ને બચાવાયાં

Social Share

નવી દિલ્હીઃ એસિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે  સ્થાનિક હેલેનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા હતા. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 2015 થી, ગ્રીસ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ માટે યુરોપિયન યુનિયન દેશોમાં પ્રવેશવા માટેનું મુખ્ય પ્રવેશ બિંદુ છે.

ગ્રીસ એવા દેશોમાંનો એક છે જ્યાં આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વના દેશોમાંથી લોકો યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાના ઈરાદા સાથે આવે છે. આ લોકોને ઘણીવાર ગરીબી અથવા યુદ્ધને કારણે પોતાનો દેશ છોડવાની ફરજ પડે છે.

છેલ્લા નવ વર્ષમાં 10 લાખથી વધુ લોકો ગ્રીક કિનારે પહોંચ્યા છે. આમાંના મોટાભાગના લોકો અન્ય યુરોપિયન દેશો તરફ તેમની મુસાફરી ચાલુ રાખે છે. જો કે દરિયાઈ માર્ગે મુસાફરી કરતી વખતે અનેક અકસ્માતો થયા છે જેમાં સેંકડો લોકોના મોત થયા છે.

ગ્રીસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓથી ભરેલી બોટ ઘણીવાર અકસ્માતનો ભોગ બને છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ સમોસના એજિયન ટાપુ પાસે દરિયામાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.