Site icon Revoi.in

કોરોના મહામારી સંકટનો સામનો કરી રહેલા ભારતની મદદે આવી બોઈંગ કંપનીઃ- એક કરોડ યૂએસ ડોલરની કરશે મદદ

Social Share

દિલ્હી – હાલ ભારત દેશ કોરોના નામક માહામારી સામે લડત લડી રહ્યો છે, સતત વધતા જતા કેસોને લઈને અનેર તબીબી સારવારમાં અછત સર્જાઈ રહી છે.વેન્ટિલેટર, રેમચેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજનના અભાવથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે ભારત દેશની પડખે અનેક દેશો આવીને મદદ કરી રહ્યા છએ ત્યારે હવે આ કપરી સ્થિતિમાં બોઈંગ કંપનીએ પણ ભારતની મદદ માટે એક કરોડ એમેરિકી ડોલર એટલે કે, 74 કરોડ જેટલા રુપિયા કટોકટીની સહાય માટે આપવાની જાહેરાત કરી છે.

આ સમગ્ર બાબતે કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, “કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં તબાહી મચી ગઈ છે. અત્યારે ભારતના લોકો અને ત્યાં રહેતા અમારા મિત્રો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાંના લોકો સાથે ખાસ લગાવ  છે, આ સંકટના સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ”. કંપનીએ કહ્યું કે, “બોઇંગ દ્વારા આપવામાં આવતી સહાયથી ભારતમાં કોવિડ સામે લડતા પરિવારો માટે તબીબી સાધનો અને કટોકટીમાં રાહત મળશે”.

આ પહેલા વિતેલા દિવસને શુક્રવારના રોજ અમેરિકી રોકાણ બેન્કિંગ કંપની જેપી મોર્ગન ચેસે ભારતમાં કોવિડ -19  મહામારીને રોકવા માટે 20 લાખ યુ.એસ.ડોલરની સહાયની જાહેરાત કરી અને તેના કર્મચારીઓને મદદ કરવા અપીલ કરી હતી. ન્યુ યોર્ક સ્થિત જેપી મોર્ગન પાસે વૈશ્વિક સ્તરે 2.5  લાખથી વધુ કર્મચારીઓ છે અને તેમાંથી 35 હજારથી વધુ ભારતમાં કાર્યરત છે.

સાહિન-