Site icon Revoi.in

બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓને મુંબઈની એક હોસ્પિટલના આઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર તેની માતાને મળવા માટે યુકેથી મુંબઈ પરત ફર્યા છે. અક્ષય કુમાર પોતાની બીમાર માતા અરુણા ભાટિયાને મળવા માટે સોમવારે વહેલી સવારે બ્રિટનથી પરત ફર્યા હતા.

જો મીડિયા રિપોર્ટસની વાત માનવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની તબિયત થોડા દિવસોથી અસ્વસ્થ  જોવા મળી હતી અને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર યુકેથી પોતાની ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ છોડી ભારત પરત ફર્યો છે.

ઉલ્લેખનીય છે કે અભિનેતા અક્ષય તેની માતા સાથે ખૂબ જ લાગણીઓથી જોડાયેલો છે. એટલા માટે જ જ્યારે માતાના અસ્વસ્થતાના ન્યૂઝ મળ્યા કે તરત જ બધુ કામ છોડીને શૂટિંગ અધવચ્ચે છોડી  તેણે ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.