Site icon Revoi.in

બોલિવુડના અભિનેતા અર્જુન કપૂરનો જન્મદિવસ- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા કાંઈક આવી હતી તેમની જીવનની વાતો

Social Share

મુંબઈ: બોલિવુડના જાણીતા અભિનેતા અર્જુન કપૂરનો આજે જન્મદિવસ છે. આજે અર્જુન તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે, અભિનેતાના ચાહકો અને નજીકના મિત્રો તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફિલ્મો સિવાય પણ તે પોતાના અફેરને કારણે ચર્ચામાં રહે છે. આજે અભિનેતાના જન્મદિવસ પર અમે તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીશું.

લગભગ બધા જ જાણે છે કે, અર્જુન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક બોની કપૂરનો પુત્ર છે. અભિનેતાનો જન્મ 26 જૂન 1985 માં મુંબઇમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના જન્મ પછી 11 વર્ષ બાદ તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા અને 2012 માં અર્જુનની માતાને કેન્સર થયું હોવાને કારણે તેનું નિધન થયું હતું.

અર્જુને તેની અભિનયની સફર ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી શરૂ કરી હતી, પરંતુ તે પહેલા તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુને ‘કલ હો ના હો’ ફિલ્મથી સહાયક નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે સલમાન ખાનની ફિલ્મ ‘સલામ-એ-ઇશ્ક’ પણ બનાવી છે. રસપ્રદ વાત એ છે કે અર્જુને ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક અભિનેતા તરીકે પ્રખ્યાત થશે. ખરેખર, તે સમયે તેનું વજન ખૂબ વધારે હતું. આને કારણે તે અભિનેતા બનવાનું વિચારી શકતા ન હતા.

એવું કહેવામાં આવે છે કે, તે સલમાન ખાનની પ્રેરણાથી અભિનેતા બનવા પ્રેરિત થયો હતો. સલમાને અર્જુનને વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરી હતી. છેવટે, તે 2012 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇશ્કઝાદે’ માં અભિનેતા તરીકે જોવા મળ્યો અને લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું. આ પછી અભિનેતાને ‘ઓરંગઝેબ’, ‘2 સ્ટેટ્સ’, ‘તેવર’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મ્સ સહિતની ઘણી ફિલ્મોની ઓફર મળી.

તેણે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની સિઝન 7 પણ હોસ્ટ કરી છે.અર્જુન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે વાતચીત કરવાની કોઈ તક છોડતો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’ અને ‘એક વિલન રિટર્ન’ માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે.