1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે કોંગ્રેસ યુવા અધ્યક્ષ એવા શ્રીનિવાસ બી વીથી ઈમ્પ્રેસ થઈને ટ્વિટ કરી તેમના વખાણ કર્યા
બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે કોંગ્રેસ યુવા અધ્યક્ષ એવા શ્રીનિવાસ બી વીથી ઈમ્પ્રેસ થઈને  ટ્વિટ કરી તેમના વખાણ કર્યા

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરે કોંગ્રેસ યુવા અધ્યક્ષ એવા શ્રીનિવાસ બી વીથી ઈમ્પ્રેસ થઈને ટ્વિટ કરી તેમના વખાણ કર્યા

0
Social Share
  • ફરહાન અખ્તર થયા શ્રીનિવાસ બીવીથી ઈમ્પ્રેસ
  • તેમની કોરોનામાં કામ કરવાની નિષ્ઠાના કર્યા વખાણ

મુંબઈઃ-ભારતીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ એવા શ્રીનિવાસ બીવી, તેમના કામ કરવાનો અંદાજ અને દરેક કામમને  જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવાના સંકલ્પ સાથે, કોરોના સંકટની આ ઘડીમાં હજારો લોકો માટે મસીહા બનીને ઊભરી આવ્યા છે. શ્રીનિવાસ બીવીના કામને લઇને બોલિવૂડ વર્લ્ડમાંથી ઘણી પ્રસંશાઓ થઈ રહી છે, ત્યારે હવે તેમને લઈને બોલીવુડના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

ફરહાન અખ્તરએ આજે સવારે આ બાબતે ટ્વિટ કરીને લખ્યું છે  કે: “હું શ્રીનિવાસ બીવીને ક્યારેય મળ્યો નથી, પરંતુ જ્યારે આ મહામારી સમાપ્ત થઈ જશે અને અમે હાથ મિલાવી શકીશું, ત્યારે હું તેમને ગળે લગાવીશ.” ફરહાન અખ્તરે આ રીતે શ્રીનિવાસ બીવીના કાર્યોની પ્રશંસા કરી છે અને તેમને આલિંગન આપવાનું કહ્યું છે. સામાન્ય યૂઝર્સની સાથે સાથે હવે અનેક સેલેબ્સ પણ આ અભિનેતાના ટ્વીટ પર મજેદાર રિએક્શન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે તે કોરોના મહામારીની બીજી લહેર આવ્યા બાદ શ્રીનિવાસ બીવી ઘણા જરૂરીયાતમંદ લોકો માટે મસીહા બન્યા. યુથ કોંગ્રેસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દિવસોમાં લગભગ 1હજાર જેટલા કાર્યકરો શ્રીનિવાસના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે લોકોને સતત મદદ કરી રહ્યા છે. કોરોના દર્દીઓ માટે પ્લાઝ્મા અને ઓક્સિજનનું સંચાલન કરવાથી લઈને લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરીયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે, યુથ કોંગ્રેસ આ દિવસોમાં તેમના નેતૃત્વ હેઠળ આ બધા કામ કરી રહી છે, શ્રીનિવાસની સોશિયલ મીડિયા પર ઘણી તારીફ થઈ રહી છે, અનેક લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code